________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સાનસાર વિવેચન : એનું એ ગામ-નગર. એનું એ ઉદ્યાન... નંદનવન... એની એ રૂપરાણીઓ કે અપ્સરાઓ! આ બધું બાહ્યદૃષ્ટિથી જોવાય તો રાગ થાય. આ બધું તત્ત્વદૃષ્ટિથી જોવાય તો વૈરાગ્ય થાય.
હે મહામાર્ગના આરાધક! તારે રાગી બનવું છે કે વૈરાગી? તું મુનિ બન્યો. એટલે તું ત્યાગી બન્યો વિરતિધર બન્યો; પરંતુ વૈરાગ્યમાર્ગ પર વિજય મેળવવાનું કામ ઊભું છે. ત્યાગ કરવા માત્રથી વૈરાગ્ય આવી જતો નથી. વૈરાગી બનવાની ભાવનાથી તું ત્યાગી બન્યો તે સાચી વાત, પરંતુ વૈરાગ્યની મસ્તી જગવવાનું કામ હવે ત્યાગી જીવનમાં આરંભવાનું અને વૈરાગ્યની અગોચર દુનિયામાં જવાનું છે, એ યાદ રાખજે.
ત્યાગી મુનિનો વેશ તેં ધારણ કર્યો, એટલે રાગ-મહોદધિને તરવાનો ગણવેશ (યુનિફોર્મ) ધારણ કર્યો... ને મહોદધિમાં કૂદી પડ્યો... ત્યાગી બનવા માત્રથી રાગના સાગરને તું તરી ગયો, એવું માનવાની ગંભીર ભૂલ ન કરીશ. તરવાનું હવે શરૂ કર્યું છે, તે તું ત્યારે તરી શકીશ કે રાગસમુદ્રમાં આવતા પદાર્થોને તત્ત્વદૃષ્ટિથી જોઈને એના તરફ લલચાઈશ નહીં, પરંતુ વિશેષ ને વિશેષ વૈરાગી બનતો જઈશ.
ત્યાગી એ જ દુનિયામાં જીવે છે કે જે દુનિયામાં રાગી અને ભોગી જીવે છે, પરંતુ એ દુનિયાનો રાગી-ભોગી બહિદૃષ્ટિથી જુએ છે... દુનિયાના વર્તમાન પર્યાયને જ જુએ છે, જ્યારે ત્યાગી દુનિયાના સૈકાલિક પર્યાયને જુએ છે... પુદ્ગલના પરિણામોને વિચારે છે :
'क्षणविपरिणामधर्मा मानां ऋद्धिसमुदया: सर्वे ।' મનુષ્યની ઋદ્ધિ, સંપત્તિ, વૈભવ.. બધું ક્ષણમાં બદલાઈ જનારું છે. વિપરીત પરિણામમાં પરિણમનારું છે...
જે નગરની શોભા જોઈ બાહ્યદૃષ્ટિ આત્મા આનંદ-વિભોર થઈ જાય, ત્યાં અંતર્દષ્ટિ મહાત્મા વિચારે : “આ પણ એક દિવસ સ્મશાન બનશે! મનુષ્યોથી ઊભરાતાં બજારોમાં ગીધ, સમડીઓ અને શિયાળિયાંનાં ટોળાં ઊભરાશે! આ તો સંસારનો ક્રમ છે! સ્મશાનમાં સદન અને સદનમાં સ્મશાન! કોઈના ચમનમાં કોઈનું કંદન... કોઈના વિલાપમાં કોઈના આલાપ”
For Private And Personal Use Only