________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૫ આજનું વન કાલે નંદનવન! આજનું નંદનવન કાલે વન! આજની રૂપસુંદરી યૌવના... કાલે રૂપીન દુર્બલિકા! આજની રૂપાહીન દુર્બલિકા... કાલે રૂપસુંદરી યૌવના!
કહો, તત્ત્વદૃષ્ટિવાળા મનુષ્યને આ પરિવર્તનશીલ દુનિયા પર રાગ થાય કે વૈરાગ્ય? તત્ત્વદૃષ્ટિ આત્માને સંસારના પદાર્થો પર મોહ થાય નહીં. તત્ત્વદષ્ટિ મોહજનક નહીં, પણ મોહમારક છે. તત્ત્વદૃષ્ટિનું ચિંતન વૈરાગ્યપ્રેરક હોય છે. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંસારના મુખ્ય મુખ્ય મહોત્તેજક પદાર્થો પર તત્ત્વદષ્ટિનું ચિંતન કરી આપે છે. ચાલો આપણે એ ચિંતનમાં પ્રવેશીએ.
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी।
तत्त्वद्रष्टेस्तु साक्षात् सा विण्मूत्रपिठरोदरी ।।४।।१४८ ।। અર્થ : બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતના સાર વડે ઘડેલી ભાસે છે, તત્ત્વદૃષ્ટિને તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી લાગે છે. વિવેચન : સુંદરી...!
બ્રહ્માએ અમૃતના સારમાંથી સુંદરી સર્જી છે! “નૈષધીયચરિત'ના રચયિતા કવિ હર્ષ કહે છે : “દ્રૌપદી એવી સુંદરી હતી કે જેની કાયા, બ્રહ્માએ ચન્દ્રના ગર્ભ-ભાગને લઈ તેમાંથી સર્જી હતી, માટે ચન્દ્રના મધ્ય ભાગ પોલો-કાળો. દેખાય છે!' મોટા મોટા કવિઓએ, સ્ત્રીઓના સૌંદર્યનું વર્ણન કરવામાં પોતાનું કવિત્વ નિચોવી-નિચોવીને તેમાં ભર્યું છે... “અસાર સંસારમાં જ કોઈ સાર હોય તો સારંગલોચના સુંદરી છે!'
“સ્ત્રીનું આ દર્શન બાહ્યદૃષ્ટિ મનુષ્યોનું દર્શન છે! એની એ સ્ત્રીઓનું અત્તદષ્ટિ મહાત્મા કેવું દર્શન કરે છે! વિષ્ટા અને મૂત્રની હાંડલી!” નરકની દીવડી!” કપટની કોટડી!” તત્ત્વદૃષ્ટા મહાત્મા પુરુષ સ્ત્રીના શરીરની સુકોમળ ધવલ ચામડીની નીચે ડોકિયું કરે છે... તેમને વિષ્ટા, મૂત્ર, રુધિર, માંસ અને હાડકાં દેખાય છે... તેમને રાગ નથી થતો, વૈરાગ્ય થાય છે. તત્ત્વદૃષ્ટિ મહાપુરુષો સ્ત્રી સાથેની ભાગક્રિયામાં નરકનાં દર્શન કરે છે....
For Private And Personal Use Only