________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૩૯૨
श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः ।
शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः ।।५।।२५३ ।। અર્થ : સર્વ નયને જાણનારાઓનું ધર્મવાદથી ઘણું કલ્યાણ થાય છે. બીજા એકાંતદૃષ્ટિઓનું તો શુષ્કવાદથી અને વિવાદથી વિપરીત (અકલ્યાણ થાય છે.
વિવેચન : વાદ ન જોઈએ, વિવાદ ન જોઈએ, જોઈએ સંવાદી વાદવિવાદમાં અકલ્યાણ છે. સંવાદમાં જ કલ્યાણ છે. આવો સંવાદ માત્ર ધર્મવાદમાં જ સમાયેલો છે.
તત્ત્વજ્ઞાનનો અથી મનુષ્ય ધર્મવાદ માટે પૂછે, તત્ત્વજ્ઞાનવિષયક જિજ્ઞાસા વ્યક્ત કરે અને તત્ત્વજ્ઞ એ જિજ્ઞાસાને સંતોષે-એ ધર્મવાદ છે. માત્ર પોતાનો મત બીજા ઉપર ઠોકી બેસાડવા માટે શુષ્ક તર્કબાજી કરે તે ધર્મવાદ નથી. વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, બીજાને પરાજિત કરી દેવા માટે, તત્ત્વોની ચર્ચા કરે તે ધર્મવાદ નથી. | સર્વ નિયોનો જ્ઞાતા મહાપુરુષ એવો શુષ્કવાદ કરે જ નહીં. એ તો મુમુક્ષુ એવાં જિજ્ઞાસુ આત્માઓની શંકાનાં સમાધાન કરે. એમાં જ કલ્યાણ સમાયેલું છે, એમાં જ શાંતિ અનુભવાય છે. - જિનભટ્ટસૂરિજીએ જિજ્ઞાસાથી આવેલા હરિભદ્ર પુરોહિત સાથે ધર્મવાદ કર્યો હતો; તો હરિભદ્ર પુરોહિત હરિભદ્રસૂરિ બન્યા અને જિનશાસનને એક મહાન આચાર્યની પ્રાપ્તિ થઈ... પરંતુ બોદ્ધો સાથે જ્યારે હરિભદ્રસૂરિ વિવાદમાં ઊતર્યા હતા. ત્યારે? એમના મનમાં કેટલો રોષ અને કેટલો સંતાપ હતો! યાકિનીમહત્તરાને ગુરુદેવ પાસે દોડવું પડ્યું અને ગુરુદેવે એમને વિવાદથી વાર્યા.
ધર્મવાદના સંવાદમાંથી જ કલ્યાણનો પુનિત પ્રવાહ વહે છે. માટે સર્વ નયોનું જ્ઞાન મેળવી મધ્યસ્થષ્ટિ બની ધર્મવાદમાં પ્રવૃત્ત થવું.
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् ।
चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः ।।६।।२५४ ।। અર્થ : જે પુરુષોએ સર્વ નિયોથી કરીને આશ્રિત પ્રવચન લોકોને માટે પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તમાં પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો.
વિવેચન : પૂજનીય ઉપાધ્યાયજી એ મહાપુરુષો ઉપર ઓવારી જાય છે કે જેમણે સર્વ નયોનો આશ્રય કરનારું પ્રવચન મનુષ્યો માટે પ્રકાશિત કર્યું છે
For Private And Personal Use Only