________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વનયાશ્રય
૩૯૧ અનુસરી જે ચાલે છે તેનું સર્વ પુરુષાર્થથી કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.'
જે શાસ્ત્રવચન આપણી સામે આવે તે વચન કઈ અપેક્ષાથી કહેવાયું છે, એ રહસ્ય જાણવું જ રહ્યું. તે અપેક્ષા જાણ્યા વિના નિરપેક્ષપણે એ વચનને પકડવું તે અપ્રમાણ છે, ખોટું છે.
સર્વ નયોનું જ્ઞાન ત્યારે કહેવાય કે જ્યારે વચનની અપેક્ષાઓનું જ્ઞાન થાય. ત્યારે સાધક આત્માને અપૂર્વ સમતાનો અનુભવ થાય. જ્ઞાનનો પ્રકાશ. પથરાય.
लोके सर्वनयज्ञानां ताटस्थ्यं वाऽप्यनुग्रहः ।
स्यात् पृथग्नयमूढानां स्मयातिर्वाऽतिविग्रहः ।।४।।२५२ ।। અર્થ : લોકમાં સર્વ નયોને જાણનારને મધ્યસ્થપણું અથવા ઉપકારબુદ્ધિ હોય. જુદાજુદા નયોમાં મોહ પામેલાંને અભિમાનની પીડા અથવા અત્યંત ક્લેશ હોય. વિવેચન : મધ્યસ્થષ્ટિ! ઉપકારબુદ્ધિ!
સર્વ નયોની જાણકારીનાં આ બે ફળ છે. જેમ જેમ નયોની અપેક્ષાનું જ્ઞાન થતું જાય તેમ તેમ એની એકાંતદષ્ટિ બિડાતી જાય, મધ્યસ્થષ્ટિ ખૂલતી જાય. એ કોઈ પક્ષમાં ઢળી ન જાય, કોઈના મતનો આગ્રહી ન બની જાય, એની દૃષ્ટિ સમન્વયની હોય.
હા, વ્યવહારદશામાં તે પોતાની મધ્યસ્થષ્ટિનો પરોપકારમાં ઉપયોગ કરે. જ્યાં નયવાદને પકડીને મતવાળાઓ વાદપ્રતિવાદનું યુદ્ધ ખેલતા હોય ત્યાં આ મધ્યસ્થષ્ટિ મહાત્મા પોતાની વિવેકદૃષ્ટિથી એમને સમજાવવા પ્રયત્ન કરે.
જુદા-જુદા નયોમાં આગ્રહી બનેલાઓ કાં તો અભિમાનથી પીડાતા હોય છે, કાં તો અત્યંત ક્લેશથી શેકાતા હોય છે... અને આ એમના માટે સ્વાભાવિક જ છે! ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર પાસે આવ્યા હતા.... ત્યારે શું હતું? અભિમાનનો જ્વર હતો મનમાં ક્લેશ કેટલો હતો? કારણ કે એક જ નયદૃષ્ટિ પકડીને એના પર આગ્રહી બન્યા હતા. ભગવંતે એમને સર્વ નિયોની દૃષ્ટિ આપી, સર્વ નયોનો આશ્રય લેતા કરી દીધા.
કોઈ એક જ મત એક જ વાર એક જ મંતવ્ય ઉપર મોહિત ન બનતા સર્વ નયોનો આશ્રય કરી મધ્યસ્થ બનવું, એ જ સાચી શાન્તિનો માર્ગ છે.
For Private And Personal Use Only