________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર
શાનસાર થઈ શકે? માટે લોકસંજ્ઞાને અનુસરવાનો ભગવંતે નિષેધ કર્યો છે. લોકોનું આત્મહિત જે રીતે થાય તે રીતે જ પ્રયત્ન કરવાનો છે. હા, આત્મહિતને ન સમજનારા લોકોને અપ્રિય પણ લાગે! પરંતુ તેટલા માત્રથી આત્મહિતનો ઉપદેશ બદલી ન શકાય.
અલબત્ત, લોકોની અભિરુચિ આત્મસન્મુખ બનાવવા પ્રયત્નો કરવાના છે; તે માટે લોકરુચિનું જ્ઞાન મેળવવું જોઈએ. તે જ્ઞાન મેળવવામાં લોકસંજ્ઞાનું અનુસરણ નથી; તેમજ શ્રીજિનપ્રવચનની નિંદા નિવારવા ક્યારેક લોકોના અભિપ્રાયને અનુસરવામાં આવે, તેમાં લોકસંજ્ઞા નથી. ક્યારેક સંયમરક્ષા અને આત્મરક્ષા માટે લોકોના અભિપ્રાયને અનુસરવામાં આવે તેમાં લોકસંજ્ઞા નથી, પરંતુ પ્રવચન, સંયમ અને આત્માને ભૂલીને, માત્ર લોકરંજન માટે, લોકપ્રશંસા મેળવવા માટે, લોકોની રુચિને અનુસરવામાં આવે તે લોકસંજ્ઞા છે.
લોકરુચિને અનુસરનારા અનેક મિથ્યામતો વિશ્વમાં નીકળે છે ને વિલય પામે છે, તે મતોન-ધર્મને અનુસરવાથી મોક્ષપ્રાપ્તિ થતી નથી.
श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे न च ।
स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।।५।१८१।। અર્થ : ખરેખર, મોક્ષના અર્થી લોકમાર્ગમાં અને લોકોત્તર માર્ગમાં ઘણા નથી, કારણ કે રત્નના વેપારીઓ થોડાં હોય છે; તેમ પોતાના આત્માનું સાધન કરનારા થોડાં હોય છે.
વિવેચન : મોક્ષાર્થી = સર્વ કર્મના ક્ષયના અર્થી! = આત્માની પરમ વિશુદ્ધ અવસ્થાને મેળવવાની અભિલાષાવાળા.... જુવો લોકમાર્ગમાં કેટલા? લોકોત્તર માર્ગમાં કેટલા? હમેશાં થોડાં જ હોય.
આ દુનિયામાં રત્નના વેપારીઓ કેટલા? થોડાં! તેમ આત્મસિદ્ધિ કરવાનો પુરુષાર્થ કરનારા કેટલા? થોડાં!
મોક્ષ! જ્યાં શરીર જ નહીં, ઈન્દ્રિયો નહીં, ઇન્દ્રિયોના વિષયસુખ નહીં, વિષયસુખની અભિલાષામાંથી પેદા થતા કપાયો નહીં! વેપાર નહીં, ઑફિસ નહીં... “મોક્ષમાં શું કરવાનું?' - આ રણમાં સંસારનો મોટો વર્ગ અટવાયો છે, એની પાસે મોક્ષના સ્વરૂપનું જ્ઞાન નથી, એને મોક્ષનું સુખ કલ્પનામાં પણ આવતું નથી. પછી એ મોક્ષાર્થી કેવી રીતે હોઈ શકે? લોકોત્તર.. જિનેશ્વરદેવે બતાવેલા મોક્ષમાર્ગ પર રહેલા પણ જીવોમાં બધાં જ જીવો
For Private And Personal Use Only