________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંશાત્યાગ
૨૭૧ સાધનાના પ્રતાપે મતો કાઢેલા છે... એ મતોને “મિથ્યામત' કહેવામાં આવે છે. મિથ્યાદૃષ્ટિમાં વિશ્વનાં વાસ્તવિક તત્ત્વોનું દર્શન ન થાય... બધું જ ઊંધું ને અવળું દેખાય, છતાં એને માને સીધું ને સવળું! વિશ્વમાં આવા અનેક મતો છે... તે મતોને અનુસરનાર પણ ઘણા હોય છે.
ઘણા અનુસરનારા હોય તે મત સાચો' એવી માન્યતા પણ ખોટી છે. સાચા મતને અનુસરનારા દુનિયાના વધુ માણસો ન હોય, થાડાં માણસો જ હોય. એટલું જ નહીં, પણ અસત્ય અને અવાસ્તવિક મતને અનુસરનારા ઘણા જ માણસો હોય! સત્ય અને વાસ્તવિક માર્ગને અનુસરવાની શક્તિ દુનિયામાં બહુ થોડાં જીવો ધરાવતા હોય છે. - હવે જો એમ માની લેવામાં આવે કે “જે ઘણા કરે તે આપણે કરવું...” તો એ કરવાનું સત્યપૂર્ણ થશે કે અસત્યપૂર્ણ? “દુનિયાના મોટા ભાગના જીવોને શું ગમે છે? દુનિયાના મોટા વર્ગની અભિરુચિ શું છે? - આ જોઈને જે ધર્મના સિદ્ધાંતો કે મત પ્રવર્તાવે છે, તે સાચો હોઈ જ ન શકે. દુનિયાના જીવોને ભોગ ગમે છે! દુનિયાના જીવોને હિંસા, જૂઠ, ચોરી, દુરાચારવ્યભિચાર અને પરિગ્રહ ગમે છે! દુનિયાના જીવોને સારું સાંભળવાનું, રૂપ જોવાનું, રસ ચાખવાનું, ગંધ લેવાનું, મુલાયમ સ્પર્શ કરવાનું ગમે છે! બસ, એને જે ગમે છે તે કરવા દઈ, તમે કોઈ ધર્મની જાળ એના પર બિછાવી દો... એ ધર્મ જગતના વધુ જીવો પસંદ કરશે, એવો ધર્મ શું આત્માનું કલ્યાણ કરી શકે? એવો ધર્મ જગતના જીવોને દુઃખોથી મુક્ત કરી શકે? એવો ધર્મ નિર્વાણ સુખ આપી શકે?
જે દુર્ગતિમાં પડતા જીવને બચાવી ના શકે તેને ધર્મ કહેવાય ખરો? આત્મા પરનાં કર્મનાં અનાદિ બંધનોને તોડી ન શકે, તેને શું ધર્મ કહેવાય? દુનિયાનો મોટો માનવસમૂહ હમેશાં અજ્ઞાની જ રહેલો છે? ભગવંત મહાવીરદેવના સમયમાં ગોશાળાના અનુયાયીઓની સંખ્યા મોટી હતી. તેથી શું ગોશાળાનો મત સ્વીકાર્ય બની શકે ખરો? “ઘણા જે આચરે તે આચરવું'-આ માન્યતા અજ્ઞાનમૂલક છે.
આજે વ્યાખ્યાનમાં પણ કેટલોક વ્યાખ્યાતાવર્ગ આ પ્રમાણે વિચારતો થયો છે : ઘણા લોકો શું ચાહે છે? તે બોલો...” લોકરુચિને અનુસરવામાં, લોકહિતનો વિચાર રહેતો નથી. લોકોની રુચિ હમેશાં આત્મવિમુખ રહેલી છે, જડસન્મુખ રહેલી હોય છે. એ લોકરુચિને અનુસરવામાં શું લોકોનું હિત
For Private And Personal Use Only