________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૧ જલદી, તો ક્યારેક મંદ ગતિ-એવી અસ્થિરતા ન રહે. એમ કરતાં સૂત્રોચ્ચારણની સિદ્ધિ પ્રાપ્ત થાય.
ત્રીજો યોગ છે “અર્થ.” તેને તે તે સૂત્રોના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે. અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરે, અર્થજ્ઞાન સ્થિર થાય, અર્થાતુ ભૂલે નહીં. આમ અર્થજ્ઞાનની સિદ્ધિ એવી પ્રાપ્ત કરે કે તે તે ધર્મક્રિયા કરતાં અર્થોપયોગ સ્વભાવિક રૂપે જ ચાલ્યા કરે.
ચોથો યોગ છે “આલંબન.” આલંબનરૂપ જિન પ્રતિમા વગેરે તરફ પ્રીતિ થાય. એનું આલંબન લેવાની પ્રવૃત્તિ થાય. મન નિઃશંક, નિર્ભય બની આલંબનમાં સ્થિર થાય અને એમાં એ એવી સ્થિરતા પ્રાપ્ત કરે કે બીજા જીર્વાને પણ તે યોગ તરફ વાળે.
“રહિત' નિર્વિકલ્પ સમાધિરૂપ છે. એટલે એમાં ઈચ્છાદિ હોઈ શકે નહીં. પરંતુ તેવા નિર્વિકલ્પ યોગીઓની એ પ્રશંસા કરે. પછી એવા યોગી બનવાના ઉપાયોમાં પ્રવૃત્તિ કરે. મન સ્થિર બનતું જાય અને એવો નિરાલંબન યોગી બની જાય કે બીજા જીવોને પણ તે પોતાના યોગ તરફ આકર્ષે.
આ યોગોથી આત્મામાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ પ્રગટ થાય છે; અર્થાત્ આત્માનું સંવેદન એવું બની જાય.
દુઃખી જીવોને જોઈ એના હૃદયમાં એમનું દુઃખ દૂર કરવાની ભાવના જાગે. દ્રવ્યથી દુ:ખી જીવોના દુઃખ દૂર કરવાની ઈચ્છા થાય. દુ:ખીઓની ઉપેક્ષા એ ન કરી શકે.
સંસારનાં સુખોથી તે વિરક્ત બને. સંસારને તે કારાવાસ સમાન જુએ, સ્મશાન સમાન જુએ. મુક્ત થવાની જ એ પેરવી કરતો હોય. સંસારનાં સુખો, ભલે ચક્રવર્તીના હો કે ઇન્દ્રનાં હો, એના તરફ એ આકર્ષાય નહીં.
ઉપશમનો તો સાગર હોય. કષાયોનો ધમધમાટ એના તનમનમાં દેખાય નહીં, કષાયો એના મનને ડહોળી ન શકે, એનું મુખ હમેશાં પ્રશાંત ભાવથી દેદીપ્યમાન હોય. આ ઈચ્છાદિ યોગોનું ફળ છે, કાર્ય છે.
अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमु त्ति। एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ।।
• योगविंशिका ઇચ્છાદિ યોગોના અનુભાવો છે-અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ. આ
For Private And Personal Use Only