________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
જ્ઞાનસાર અનુભાવો પ્રગટ કરવા માટે યોગીએ પુરુષાર્થ કરવો જોઈએ. આ અનુભાવોથી આત્મા અપૂર્વ શાન્તિ અનુભવે છે.
જ્ઞાન અને ક્રિયા દ્વારા આત્માના ભાવોમાં પરિવર્તન લાવવાનું લક્ષ રાખવાનું છે. લૌકિક ભાવોમાંથી લોકોત્તર ભાવોમાં જવાનું છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું છે.
इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् ।
स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।।४।।२१२ ।। અર્થ : યોગીની કથામાં પ્રીતિ હોવી તે ઇચ્છાયોગ. ઉપયોગનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ. અતિચારના ભયોનો ત્યાગ તે સ્થિરતાયોગ અને બીજાના અર્થનું સાધન કરવું તે સિદ્ધિયોગ છે.
વિવેચન : હવે ઇચ્છાદિ ચાર યોગની સ્વતંત્ર પરિભાષા કરવામાં આવે છે.
(૧) ઇચ્છાયોગ યોગીની વાર્તામાં પ્રીતિ પેદા કરે છે. યોગ અને યોગીની વાર્તાઓ ખૂબ ગમે! એને તમે સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા અયવંતી સુકમાલ મુનિની વાર્તા કહો, એ નિમગ્ન થઈ જશે! એને તમે કૃષ્ણ-વાસુદેવના ભાઈ ગજસુકુમાળ મુનિની કહાની સંભળાવો, એ લીન થઈ જશે. અને તમે ખંધક મુનિ કે ઝાંઝરિયા મુનિની કથા કહો, એ ભૂખ-તરસ ભૂલી જશે! એને તમે “ઈચ્છાયોગી માનજો. હા, એમ ન સમજશો કે આ વાર્તાઓ બધાંને ગમી જાય! બધાંને નથી ગમતી આ વાર્તાઓ, ઈચ્છાયોગીને જ ગમે છે. સાથે સાથે આવા ઈચ્છાયોગીને આજના યુગની કાલ્પનિક ડિટેક્ટિવ વાર્તાઓ, સામાજિક-શૃંગારિક કથાઓ, વિજ્ઞાનની ચમત્કારિક કહાનીઓ નીરસ લાગે છે, અને એ વાંચવી ય ન ગમે-સાંભળવી પણ ન ગમે. એને દેશ-વિદેશની વાતો, રાજાઓ અને મંત્રીઓની સત્તાના સિંહાસનની ચારેકોર પથરાયેલી વાતો પણ ન ગમે. એને દેશ-વિદેશની સ્ત્રીઓ, તેમના પહેરવેશ કે તેમની ફેશનોની અજાયબ વાતો રસહીન લાગે. તેમને ભોજનના વૈવિધ્યની વાતો ય ન ગમે.
(૨) જેને જે ખૂબ ગમે, તે મેળવવા કે તેવા બનવા તે પ્રયત્ન કરે છે. ઈચ્છાયોગી તેવા શુભ ઉપાયોનું પાલન કરવા તત્પર બને છે. એનો આદર્શ કોઈ યોગી' બની જાય છે - પછી તે – આદર્શ આનંદઘનજી પણ હોય અને
For Private And Personal Use Only