________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા
શા માટે આટલી બધી દીનતા? દીન- ન બનો. જે જે પદાર્થોની સ્પૃહાતૃષ્ણા કરીને તે મેળવવા માટે બીજાઓની આગળ ભીખ માગો છો...ચાટુ કરો છો... તે પદાર્થો ત૨ફ તો તમે જુઓ. એ પદાર્થો મળવા છતાં તમારા ચિત્તમાં શાંતિ નહિ રહે, પ્રસન્નતા નહિ રહે... વળી એ પદાર્થો તમારી ઇચ્છાનુસાર તમારી પાસે પણ નહિ રહે... એમાં તમને સાચી પૂર્ણતા નહિ મળે .
‘મારે જગતના બાહ્ય-જડ પદાર્થોનું કોઈ પ્રયોજન નથી... એ તો મારા ભાગ્યાનુસાર મળવા હશે તો મળશે... એમાં હું પૂર્ણ બનનાર નથી... હું તો મારા આત્માના ક્ષમા... નમ્રતા... જ્ઞાન... દર્શન... ચારિત્ર વગેરે ગુણોથી પૂર્ણ છું... ગુણરત્નોથી જ મારી પૂર્ણતા છે...' આ જ્ઞાનદૃષ્ટિને ખોલો, ખુલ્લી રાખો. વારંવાર બંધ થઈ જાય તો વારંવાર ખોલો! આપણી આંખ વારંવાર બંધ થઈ જાય છે છતાં તેને વારંવાર ખોલીએ છીએ ને? તેમ.
પછી? પછી બાહ્યપદાર્થોની સ્પૃહામાંથી ઊઠતી વેદના... સંતાપ તમને પીડી નહિ શકે... કારણ કે તમારી પાસે જ્ઞાનવૃષ્ટિનો મહામંત્ર.. જાંગુલી મહામંત્ર આવી ગયો! તે તો કૃતાંતકાળ જેવા કાળા નાગને પણ વશ કરી શકે તેવો ચમત્કારિક છે. તેવા મંત્રની સામે એક ... બે વીંછીના ડંખ કઈ વિસાતમાં?
‘હું ગુણરત્નોથી પૂર્ણ છું...' આ દૃષ્ટિમાં એવી સ્ફોટક અણુશક્તિ છે કે તૃષ્ણાના મેરુપર્વતને પણ ચૂર્ણ કરી નાખતાં વાર નથી લાગતી, ચક્રવર્તીની તૃષ્ણાઓનો પણ નાશ કરી શકનાર જ્ઞાનવૃષ્ટિ, સામાન્ય મનુષ્યની તૃષ્ણાઓને તો આંખના પલકારામાં ખંડ-ખંડ કરી નાખે છે!
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता ।
पूर्णानन्दसुधास्निग्धा द्रष्टिरेषा मनीषिणाम् ॥१५॥
અર્થ : જે ધનધાન્યાદિ પરિગ્રહ વડે લોભી જીવો પુરાય છે, તેની ઉપેક્ષા, એ જ સ્વાભાવિક પૂર્ણતા છે. આ તત્ત્વજ્ઞાનીની તત્ત્વજ્ઞાનરૂપ-પૂર્ણાનરૂપ અમૃતથી ભીંજાયેલી દૃષ્ટિ છે.
વિવેચન : જ્યાં તમારી દૃષ્ટિ જગતનાં પૌલિક સુખો પરથી હટી અને આત્માના અનંત ગુણો તરફ વળી, એ ગુણોમાં આનંદનો અનુભવ થયો.. પછી તમારા જીવનવ્યવહારમાં એક મહાન પરિવર્તન આવશે.
પરંતુ તમારે અંતરાત્માના ગુણોમાં આનંદની અનુભૂતિ કરવી પડશે! એ વિના નહિ ચાલે. તમારા આત્મગુણોમાં આનંદનો અનુભવ પછી થશે,
For Private And Personal Use Only