________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
પહેલાં તમારે બીજા આત્માના ગુણો જોઈ જોઈ. માત્ર ગુણો, દોષ એકેય નહિ, આનંદ માણવાનો પ્રયોગ શરૂ કરી દેવો પડશે.
જ્યાં બીજા જીવ તરફ દૃષ્ટિ જાય, ગુણ લીધા વિના પાછી ન વળવી જોઈએ! જે જે ગુણો જોઈને તમે રાજી થશો.. તે તે ગુણ તમારા આત્મામાં પણ પ્રગટ થશે... પછી એ ગુણોની પૂર્ણતાનો આનંદ તમે અનુભવી શકશો, કે જે અનંત કાળચક્રોમાં નહિ અનુભવ્યો હોય! તમારું ચિત્ત એ આનંદના અમૃતથી છલકાતું થઈ જશે. પછી તમારા જીવનમાં... જીવન-વ્યવહારમાં એક અજબ પરિવર્તન તમે જોઈ શકશો.
જગતના જીવો જે સુખ મેળવવા તનતોડ મહેનત... લખલૂટ પાપો કરે છે એ સુખો પ્રત્યે તમને કોઈ આકર્ષણ નહિ રહે! તમે એ સુખો મેળવવા તનતોડ મહેનત નહિ કરો. લખલૂટ પાપો પણ નહિ કરો. જ્યાં જગતપ્રિય સુખો પ્રત્યે તમારામાં ઉદાસીનતા આવી ગઈ, એ સુખમાંથી જ જ્યાં સુખની કલ્પના મરી પરવારી, પછી એના માટે મહેનત કે પાપ થાય જ કેવી રીતે? તમે તો એ સુખોનો... જગતના જીવોને પ્રિય સુખોનો ત્યાગ કરવાની વૃત્તિવાળા બની જવાના, કારણ કે એ સુખો તમને ગુણોની પૂર્ણતાના આનંદમાં વિક્ષેપ કરનારાં લાગશે.
આ પરિવર્તન ન આવે ત્યાં સુધી જંપીને બેસવાનું નહિ. ધર્મ-આરાધનામાં સંતોષ માનવાનો નહિ. ગુણદષ્ટિને વધુને વધુ વિકસ્વર બનાવતા રહેવાનું.
अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते। पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ।।६।। અર્થ : અપૂર્ણ પૂર્ણતા પામે છે અને પૂર્ણ થતા અપૂર્ણતા પામે છે! જગતને આશ્ચર્ય કરનારો, આ આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ છે.
વિવેચન “બાહ્ય ધન-ધાન્યાદિનો પણ સંગ રાખીએ, એમાં પૂર્ણતા મેળવવાનો પુરુષાર્થ કરીએ અને આંતર આત્મગુણોમાં...સ્વભાવદશામાં પણ પૂર્ણ બનીએ..” આ વિચાર કેટલો બધો અસંગત છે! શું બે પ્રતિપક્ષી ઈચ્છા.. ભાવના એક સ્થાને રહી શકે? વિભાવદશામાં રમતો રહે અને સ્વભાવદશામાં પણ આનંદ અનુભવતો રહે.. એ કેટલી બધી વિચિત્ર વાત છે? એક બાજુ એકસો ચાર ડિગ્રી (degree) તાવ હોય અને બીજી બાજુ મીઠાઈનો સ્વાદ અનુભવે... એ જેમ અસંભવ છે, તેમ બાહ્ય પૌલિક સુખોનો ઉપભોગ ચાલુ હોય, તૃષ્ણાઓ તૂટી ન હોય ત્યાં સુધી પૂર્ણાનન્દનો અનુભવ પણ અસંભવ છે.
For Private And Personal Use Only