________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણતા
જેમ જેમ ઇન્દ્રિયજન્ય સુખોની સ્પૃહા તૂટતી જાયઉપભોગ ઓછો થતો જાય તેમ તેમ આત્મગુણોની પૂર્ણતાનો આનંદ વધતો જાય છે. અર્થાત્ ઇન્દ્રિયજન્ય સુખોની અપૂર્ણતા આત્મગુણોની પૂર્ણતાનું કારણ છે. કારણ વિના કાર્ય ન બને, આત્મગુણોમાં પૂર્ણાનન્દ અનુભવવો છે તો ઇન્દ્રિયજન્ય સુખોનો ત્યાગ.. સ્પૃહાનો ત્યાગ કર્યો જ છૂટકો. મીઠાઈના સ્વાદનો આનંદ અનુભવવો છે તો તાવને દૂર કર્યો જ છૂટકો જીભ પર આવી ગયેલી કડવાશને દૂર કર્યે જ છૂટકો.
ગુણોના પૂર્ણાનન્દનો આ સ્વભાવ છે કે તે ઇન્દ્રિયજન્ય સુખોના આનંદ સાથે રહી શકતો નથી... ઇન્દ્રિયજન્ય સુખોના આનંદનો એવો સ્વભાવ છે કે તે ગુણોના પૂર્ણાનન્દ સાથે રહી શકતો નથી. કેવો આશ્ચર્યકારી સ્વભાવ!
બાહ્ય સુખોનો ત્યાગ કરીને ગુણોના પૂર્ણાનન્દની મસ્તીમાં જ્યારે આત્મા મહાલે છે, ત્યારે જગત દિંગ બની જાય છે. જે સુખો વિના જગતના જીવો ક્ષણ વાર પણ ચલાવી શકતા નથી તે સુખોનો ત્યાગ કરી મહાન... અપૂર્વ આનંદમાં ઝીલનાર પૂર્ણાની જગતને માટે એક “અદભુતતા” બની જાય છે... જગત એના સામે આંખો પહોળી કરી ટગર ટગર જોઈ રહે!
परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः ।
स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।।७।। અર્થ : જેઓએ પરવસ્તુમાં આત્મપણાની બુદ્ધિથી વ્યાકુળતા કરી છે એવા રાજાઓ અલ્પતાનો અનુભવ કરનારા છે, જ્યારે આત્મામાં જ આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને ઇન્દ્ર કરતાં પણ ન્યૂનતા નથી.
વિવેચન : બાહ્ય વિષયો તમને ગમે તેટલા મળશે છતાં પણ તમને સંતોષ નહિ થાય, તમને તે ઓછા લાગશે. કારણ?
જે પદાર્થો તમારા નથી.. તમારા આત્માના નથી, પર છે, કર્મના ઉદયથી મળેલા છે, તેમાં મનુષ્ય જ્યારે “આ પદાર્થો મારા. આ ઘર મારું...આ ધન મારું.. આ સત્તા મારી.. આ કુટુંબ મારું.. આ દેહ મારો...” એવી મમત્વબુદ્ધિ કરે છે ત્યારે તેના ચિત્તમાં એક પ્રકારની વિહ્વળતા પ્રગટ થાય છે.. એ વિહ્વળતા મનુષ્યની દૃષ્ટિમાં વિપર્યાસ ઉત્પન્ન કરે છે..વિપર્યસ્ત દષ્ટિ વડે મનુષ્ય જે કંઈ જુએ છે તે ઓછું લાગે છે! રહેવા એક ઘર હશે... ઓછું લાગશે, બીજા ઘરની સ્પૃહા જાગશે. ભોગવવા હજારો રૂપિયા હશે...
૧. અર્થાત્ ઇન્દ્રિયજન્ય સુખનાં સાધનો ઉપરના રાગનો ત્યાગ.
For Private And Personal Use Only