________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
જ્ઞાનસાર જો એને “સંજીવની' નામની જડીબુટ્ટી ખવરાવવામાં આવે તો પુનઃ પુરુષ થઈ જાય અને એ “સંજીવની” આ વડની નીચે જ છે!
નીચે બેઠેલી સ્ત્રી વિદ્યાધર-વિદ્યાધરીની વાત સાંભળી ખૂબ રાજી થઈ જાય છે. પરંતુ તે “સંજીવની જડીબુટ્ટીને ઓળખતી ન હતી. ઘાસ ઘણું હતું... શું કરે? તેણે વિચાર્યું : “વડ નીચે બધી વનસ્પતિ ચરાવી દઉં, તેમાં સંજીવની આવી જશે!” તે પ્રમાણે તેણે કર્યું, એટલે તેનો પતિ બળદ મટીને પુનઃ પુરુષ બની ગયો!
ચાહે અપનબંધક હો, માર્ગપતિત યા માર્ગાભિમુખ હો. સમકિતી, દેશવિરતિ યા સર્વવિરતિ સાધુ હો, જો તેને મધ્યસ્થભાવ-આત્માનુકૂળ સમભાવની જડીબુટ્ટી ખવરાવવામાં આવે તો અનાદિ પરભાવની પરિણતિની પશુતા દૂર થાય અને સ્વરૂપના જ્ઞાનના કુશલ ભેદજ્ઞાની પુરુષ બની જાય. મધ્યસ્થભાવ આવું મહાન હિત કરે છે, પરંતુ તે માટે કદાગ્રહનો ત્યાગ કર્યે જ છૂટકો. અસદ્ આગ્રહ મનુષ્યનું ભયંકર પતન કરે છે.
व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिण्डविशुद्धिः । अभूत्फलं यत्तु न निलवानां असद्ग्रहस्यैव हि सोऽपराधः ।।
- अध्यात्मसार “વ્રત-તપ-વિશુદ્ધ ભિક્ષાવૃત્તિ... બધું હતું, પરંતુ તે નિહુનવોને નિષ્ફળ ગયું...! કેમ? અસત્ આગ્રહનો એ અપરાધ હતો.” માટે અસદ્ આગ્રહનો ત્યાગ કરી મધ્યસ્થષ્ટિવાળા બનવું જોઈએ.
आमे घटे वारि भृतं यथा सद् विनाशयेत्स्वं च घटं च सद्यः। असद्ग्रहग्रस्तमतेस्तथैव,
श्रुतप्रदत्तादुभयोर्विनाश: ।। કાચા ઘડામાં પાણી ભરવામાં આવે તો? ઘડો અને પાણી બંનેનો વિનાશ થાય. તેવી રીતે અસદુ આગ્રહીને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો? જ્ઞાન અને તેને ગ્રહણ કરનાર બંનેનો વિનાશ થઈ જાય!' માટે અસદુ આગ્રહ ત્યજી મધ્યસ્થષ્ટિવાળા બની પરમ તત્ત્વનું અન્વેષણ કરવું જોઈએ, તો પરમ હિત થઈ જાય.
For Private And Personal Use Only