________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
જ્ઞાનસાર પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની તન્મયતારૂપ સૂક્ષ્મ અનાલંબન (ઇન્દ્રિયોને અગોચર હોવાથી) યોગ કહ્યો છે.
પાંચમો એકાગ્રતા યોગ (રહિત) તે જ અનાલંબન યોગ. સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન-આ ચાર યોગ સવિકલ્પ-સમાધિરૂપ છે, જ્યારે આ પાંચમો અનાલંબનયોગ નિર્વિકલ્પ સમાધિરૂપ છે. ક્રમશઃ આત્માને આ નિર્વિકલ્પ દશામાં જવાનું છે.
અશુભ ભાવોમાંથી શુભ ભાવોમાં જવું પડે, શુભમાંથી શુદ્ધ ભાવોમાં જવાય. અશુભમાંથી સીધા જ શુદ્ધમાં જઈ શકાય નહીં. કંચન અને કામિનીનાં આલંબન કે જે આત્માને રાગદ્વેષ અને મોહમાં ફસાવનારાં છે, દુર્ગતિઓમાં ભટકાવનારાં છે, એ આલંબનોનો ત્યાગ, એના સ્થાને બીજાં શુભ આલંબન ગ્રહણ કરવાથી જ થઈ શકે. નાનું બાળક હાથમાં માટી લઈને ખાય છે, માતા એના હાથમાંથી માટી લેવા પ્રયત્ન કરે છે, પણ બાળક તે છોડતું નથી. ત્યાં માતા એના હાથમાં મીઠાઈ આપે છે કે બાળક તરત જ માટી ફેંકી દે છે. તેમ અશુભ-પાપવર્ધક આલંબનોથી મુક્ત થવા શુભ પુણ્યવર્ધક આલંબનો ગ્રહણ કરવાં જોઈએ.
જેવું આલંબન સામે હોય છે તેવા વિચારો ચિત્તમાં ઉદ્દભવે છે. રાગદ્વેષનાં આલંબન રાગદ્વેષ પેદા કરે છે. વિરાગ-પ્રશમનાં આલંબન આત્મામાં વિરાગપ્રશમ પેદા કરે છે. પરમકૃપાળુ પરમાત્માની વીતરાગ મૂર્તિનું આલંબન લો. ચિત્તમાં વિરાગની મસ્તી જાગી જશે. શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે :
અમી-ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોય, શાન્ત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. વિમલ-જિન! દીઠાં લોયણ આજ.' જિનમૂર્તિનું આલંબન આત્મામાં કેવાં મધુર પવિત્ર સ્પંદનો પેદા કરે છે, તે અનુભવ કરીને જુઓ. એમ કરતાં કરતાં પરમાત્મ-તત્ત્વમાં સ્થિરતા પ્રાપ્ત થશે. આપણો આત્મા પરમાત્મસ્વરૂપ સાથે જેવું તાદાભ્ય પ્રાપ્ત કરશે કે આત્મા-પરમાત્માનો ભેદ નહીં રહે. અભેદભાવે મિલન થશે. ત્યાં કોઈ વિકલ્પ રહેતો નથી. વિકલ્પ ભેદમાં હોય, અભેદમાં નિર્વિકલ્પ દશા હોય.
પછી એને રૂપી-મૂર્ત આલંબનની આવશ્યકતા રહેતી નથી. સૂક્ષ્મમાં પ્રવેશ્યા પછી પૂલની અપેક્ષા રહેતી નથી. સૂક્ષ્મ આત્મગુણોનું તાદાભ્ય સાધનાર યોગી “યોગનિરોધની પાસે પહોંચી જાય છે! યોગનિરોધરૂપ સર્વોત્તમ
For Private And Personal Use Only