________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ
૩૩૫ સશક્ત અને મધુર કંઠના પડછંદા બહારના ઘોંઘાટને ઢાંકી દે છે. સ્વરવ્યંજનના ઉચ્ચારણના નિયમોનું પાલન કરતો યોગી “વર્ણયોગ” ને પણ સિદ્ધ કરે છે.
આ રીતે તન અને વચન ઉપર અસાધારણ કાબૂ પ્રાપ્ત કરી એ યોગી મનને વશ કરવાની સાધના આરંભે છે. તે માટે તે આવશ્યક ક્રિયાઓનાં સૂત્રોના અર્થનું જ્ઞાન મેળવે છે. અર્થજ્ઞાનમાંથી તે એક એક કલ્પનાચિત્ર ઉપસાવે છે, અને સૂત્રના ઉચ્ચારણની સાથે સાથે એ કલ્પનાચિત્રોનું “રીલ” પણ ચાલુ કરી દે છે. તે જે બોલે છે તે સાંભળે છે, અને એના ભાવાલોકને નીરખે છે. મન એમાં પલોટાઈ જાય છે, બંધાઈ જાય છે અને અહીં એને મજા આવે છે! સાથે સાથે જિનપ્રતિમા આદિનું આલંબન લઈને તે આનંદમાં વૃદ્ધિ કરે છે. જિનપ્રતિમામાં તેનું મન પ્રવેશ કરે છે. વીતરાગતા અને સર્વજ્ઞતા સાથે તે મહોબ્બત કરે છે.
યોગી આ રીતે પોતાનો કલ્યાણ-માર્ગ પ્રશસ્ત બનાવે છે. યોગીનું આત્યંતર સુખ યોગી જ અનુભવી શકે છે. ભોગી એને જોઈ શકતો નથી કે અનુભવી શકતો નથી. યોગી પોતાનું સુખ ભોગીને બતાવી કે કહી શકતો નથી, અને કદાચ કહેવાય તો ભોગીને તે નીરસ લાગે છે! યોગીનું સુખ ભોગીને આકર્ષી શકતું નથી, ભોગીનું સુખ યોગીને લલચાવી શકતું નથી.
आलम्बनमिह ज्ञेयं द्विविधं रूप्यपि च।
अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः ।।६।।२१४ ।। અર્થ : અહીં આલંબન રૂપી અને અરૂપી બે પ્રકારે છે, તેમાં અરૂપી-સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણારૂપ યોગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ છે. વિવેચન : ચોથો યોગ છે આલંબન.
તે આલંબન બે પ્રકારે છે : રૂપી-આલંબન અને અરૂપી-આલંબન. જિનપ્રતિમા વગેરે રૂપી-આલંબન છે, જ્યારે અરૂપી-આલંબન સિદ્ધ સ્વરૂપનું તાદાભ્ય છે! તે આલંબન હોવા છતાં તેને અનાલંબન યોગ કહે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “યોગવિંશિકા' માં કહ્યું છે :
आलंबणं पि एयं रूविमरूवि य इत्थ परमुत्ति ।
तग्गुणपरिणइरुवो सुहुमो अणालंबणो नाम ।। અહીં રૂપી અને અરૂપી-એમ આલંબન બે પ્રકારે છે. તેમાં અરૂપી
For Private And Personal Use Only