________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિરતા .
૨૩ अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोट्टतम् । क्रियौषधस्य को दोषः तदागुणमयच्छतः ।।४ ।।२०।। અર્થ : જો હૃદયમાં રહેલ મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી તો પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધનો શું દોષ છે?
વિવેચન : જ્યાં સુધી પેટમાં બદી જામી ગઈ હોય ત્યાં સુધી, ધવંતરિ જેવા વૈદ્યની પણ દવા તાવ ન ઉતારી શકે, એ શું અજાણ્યું છે? તેમાં શું વૈદ્યની દવાનો દોષ છે? જ્યાં સુધી પેટની બદી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી દવા કંઈ ન કરી શકે.
ભગવંત જિનેશ્વરદેવે બતાવેલી શ્રાવકધર્મ અને સાધુધર્મની અનેક પવિત્ર ક્રિયાઓ અણમોલ ઔષધ છે. ઔષધ દ્વારા અનંત અનંત આત્માઓએ મહાન આરોગ્ય પ્રાપ્ત કરેલું છે... પરંતુ જેમણે મહાન આરોગ્ય-આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી તેમણે સાંસારિક ભૌતિક-પૌગલિક સુખોની સ્પૃહાઓને દૂર કરેલી હતી. પૌદ્ગલિક વિષયોની સ્પૃહા આત્મામાં જામી ગયેલી... અનંતકાળથી જામી ગયેલી બદી છે.... પેસી ગયેલું શલ્ય છે.
અહીં ચિત્તમાં એક પ્રશ્ન ઊઠે છે : “વીતરાગદેવે બતાવેલાં ધર્મક્રિયારૂપ ઔષધો શું પૌદ્ગલિક સુખોની સ્પૃહા દૂર ન કરી શકે?'
જરૂર કરી શકે, પરંતુ “મારે પૌગલિક સુખોની સ્મહા ત્યજવી છે...” આવો સંકલ્પ કરીને જો ધર્મક્રિયા કરવામાં આવે અને તે ધર્મક્રિયા પણ માત્ર વાણી તથા કાયાથી નહિ, પરંતુ મન પણ તેમાં શામિલ થાય તો જરૂર પૌગલિક સુખોની સ્પૃહા દૂર થાય. અને ક્રિયારૂપી ઔષધ આત્મ-આરોગ્યનું દાન કરે.
એટલે એક બાજુ જેમ ધર્મક્રિયાઓ કરવાની તેમ બીજી બાજુ એ લક્ષ રાખવાનું કે “મારી બાહ્ય, પૌદ્ગલિક સુખોની સ્પૃહા ઓછી થઈ?” ધર્મક્રિયાના કાળે તો મનમાં એ બાહ્ય સુખોનો એક પણ વિચાર ઘુસી ન જાય, તેની પૂર્ણ કાળજી રાખવાની. નહિતર એક બાજુ બદી દૂર કરવાની દવા ખાય અને બીજી બાજુ એની સાથે જ બદીવર્ધક કુપથ્યનું સેવન કરે, તેના જેવી મૂર્ખતા થશે.
ચિત્તને આ રીતે સ્થિર કર્યા વિના, કરવાની ઈચ્છા વિના, માત્ર ક્રિયા કરવાથી જો આત્મસુખનો લાભ ન દેખાતો હોય તો તેમાં યિાનો દોષ ન કાઢશો. દોષ જોજો તમારી વૈષયિક સુખોની સ્પૃહાનો (મનની અસ્થિરતાનો).
For Private And Personal Use Only