________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જ્ઞાનસાર
स्थिरता वाङ्मनाकायैर्येषामङ्गाङ्गितां गता।
योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ।।५।।२१।। અર્થ : જે પુરુષોને સ્થિરતા, વાણી-મન અને કાયા વડે અંગાંગિપણાને-એકીભાવનેતન્મયપણાને પ્રાપ્ત થયેલી છે, તે યોગીઓ ગ્રામનગરમાં ને અરણ્યમાં, દિવસે અને રાત્રિએ સમસ્વભાવવાળા છે.
વિવેચન : તેઓ મનોહર નગરમાં રહે કે નિર્જન અરણ્યમાં રહે, નગરમાં તેમને રાગ નહિ, અરણ્યમાં તેમને ઉદ્વેગ નહિ. તેઓને સૂર્યના પ્રકાશથી ઝળહળતો દિવસ હો કે અમાસની ઘોર અંધારી રાત હો, દિવસ તેમને હર્યાન્વિત કરી શકતો નથી, રાત્રી તેમને શોકાતુર બનાવી શકતી નથી...કારણ કે તેમના મનમાં, વાણીમાં અને કાયામાં સ્થિરતા એકરસ બની ગઈ છે! મનમાં આત્મસ્વરૂપની પૂર્ણાનન્દની...જ્ઞાનામૃતની રમણતા...વાણીમાં પૂર્ણાનન્દની સ્વાદુતા અને કાયામાં પણ પૂર્ણાનન્દની પ્રભા.
બાહ્ય જગત સાથેનો સંબંધ તોડી આંતરજગત સાથે સંબંધ બાંધ્યા વિના મન, વચન, કાયામાં સ્થિરતા...સ્વભાવદશામાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. જે મનુષ્ય પોતાના ઘરના જ મનુષ્યો સાથે સંબંધ રાખે છે, તેમની સાથે ગાઢ સંબંધ બાંધે છે, તેને આનંદ-સુખ ઘરમાંથી જ મળી રહે છે. આનંદ-સુખ લેવા માટે તે બહારના માણસો પાછળ ભટકતો નથી. સુખ લેવા માટે બીજાની ખુશી-નાખુશી પર તેની ખુશી-નાખુશી રહેતી નથી. બહારનાની તેને પરવા જ હોતી નથી! માળવાનો મદનવર્મા રાજા એવો હતો કે તેને બિહારના જગતની કોઈ તમાં ન હતી. તે પોતાના અંતઃપુરમાં...પોતાને મળેલી સમૃદ્ધિમાં જ એકરસ બની ગયો હતો... ન કોઈની સાથે તેણે યુદ્ધ કર્યું કે ન કોઈની સાથે ઝઘડો!
એવી રીતે કાકંદીના ધન્યકુમારે બત્રીસ ક્રોડ સુવર્ણમુદ્રા સાથે સંબંધ તોડી...બત્રીસ શશીવદના સુંદરીઓનો સંબંધ તોડી.આંતરજગત સાથે સંબંધ બાંધ્યો. તેમણે સ્વ-આત્મસ્વરૂપમાંથી આનંદસુખ મેળવવા માંડ્યું. તેમનાં મન-વચન અને કાયા પૂર્ણાનદમાં એકરસ બની ગયાં...લૂખો-સૂકો આહાર...વૈભારગિરિનું નિર્જન અરણ્ય. તેમના પર કોઈ અસર ન કરી શક્યું. સ્થિરતાએ એમને અપાર...અદ્ભુત સુખનો ખજાનો બતાવી દીધી. એ એમાં જ લયલીન બની ગયા... હવે તેમને બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર..કાળ કે ભાવ સાથે શા માટે ઝઘડવાનું? ધન્ય છે એવા મહાયોગી પુરુષોને.
For Private And Personal Use Only