________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
જ્ઞાનસાર
તરફ લાખો-કરોડો ષ્ટિ મંડાયેલી હોય... એની દૃષ્ટિ તો બ્રહ્મ તરફ ! એની પાસે જ્ઞાન પણ બ્રહ્મજ્ઞાન જ. બ્રહ્મજ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો જ ઉપયોગ; અર્થાત્ સતત-સદૈવ માનસિક જાગૃતિ દ્વારા બ્રહ્મમાં જ લીનતા અનુભવે.
હા, જ્યાં સુધી એની પાસે અજ્ઞાનનાં ઇંધણ હોય ત્યાં સુધી એ બ્રહ્મમાં એને હોમતો રહે. બાળીને ભસ્મ કરે. બ્રહ્મની લીનતામાં બાધક એવા એક-એક તત્ત્વને તે બ્રહ્માગ્નિમાં હોમી દેતાં અચકાતો નથી.
બ્રહ્મચર્યની નિષ્ઠાભરી પાલનાથી તે યોગીનું મનોબળ એટલું દૃઢ હોય છે કે આત્મજ્ઞાનના અગ્નિમાં કર્મોને હોમતાં એ થાકતો જ નથી! એને કોઈ આચારમર્યાદાનું પાલન કરવા મન પર દબાણ કરવું પડતું નથી, એ સ્વાભાવિક રૂપે જ પાલન કરતો હોય છે. ‘આચારાંગસૂત્ર-’ ના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનમાં જે મુનિજીવનની નિષ્ઠાઓ વર્ણવી છે, તેને આ યોગી આસાનીથી જીવે છે, કારણ કે એણે પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિ સાધી હોય છે.
܀
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે બ્રહ્મયજ્ઞ, ને આવો છે બ્રહ્મયજ્ઞને કરનાર બ્રાહ્મણ!! આવો બ્રાહ્મણ પાપોથી લેપાય? આવો બ્રાહ્મણ કર્મોથી જકડાય? ના રે ના. બ્રહ્મયજ્ઞને કરે તે બ્રાહ્મણ. કેવળ એક બ્રાહ્મણી સ્ત્રીની કુક્ષીથી જન્મ લેવા માત્રથી બ્રાહ્મણ બની જવાતું નથી. બ્રાહ્મણ બનવા માટે કોરાં અજ્ઞાનતાથી ભરેલાં યજ્ઞકર્મ ક૨વાનાં નથી. અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બ્રાહ્મણને જ શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ કહ્યો છે. ચાહે તે શ્રમણ હો, ભિક્ષુ હો કે નિર્પ્રન્થ હો, તે બ્રહ્મયજ્ઞને કરનાર જોઈએ. બ્રહ્મ સિવાય એની દુનિયામાં બીજું કોઈ તત્ત્વ ન હોય, પદાર્થ ન હોય કે વસ્તુ ન હોય. તેની લીનતા, પ્રસન્નતા... બધું જ બ્રહ્મમાં હોય.
સારાંશ :
܀
܀
ભાવયજ્ઞ કરો.
નિષ્કામ યજ્ઞ કરો.
હિંસક યજ્ઞો વર્જ્ય છે.
ગૃહસ્થ માટે વીતરાગની પૂજા બ્રહ્મયજ્ઞ છે.
કર્મક્ષયના ઉદ્દેશથી ભિન્ન આશય કરેલો પુરુષાર્થ કર્મક્ષય ન કરે. કર્તૃત્વના અભિમાનને બ્રહ્મયજ્ઞના અગ્નિમાં હોમી દો.
બ્રહ્માર્પણનો સાચો અર્થ સમજો.
બ્રહ્મની પરિણતિવાળો બ્રાહ્મણ કહેવાય.
For Private And Personal Use Only