________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયાગ (યજ્ઞ).
૩૪૯ જે કંઈ છે તે બ્રહ્મ છે... બ્રહ્મથી અતિરિક્ત કંઈ જ નથી, હું પણ નથી કે મારું પણ કંઈ નથી. આ રીતે “હું”ને ભૂલવા માટે યજ્ઞ કરવાનો છે, બ્રહ્મમાં જ બધું હોમી દેવાનું. “હું”ને પણ બ્રહ્મમાં હોમી દેવાનો! આ જ સાચો બ્રહ્મયજ્ઞ છે. “અહ” રૂપ પશુને બ્રહ્મમાં હોમીને યજ્ઞ કરવાનો અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે.
જે કંઈ ખરાબ, અનિચ્છનીય બને તે તો “આ ભગવાને કહ્યું,” એમ કહી ભગવાનને તે અર્પણ કરી દે અને જે કંઈ સારું બને, ઇચ્છાનુસાર બને, તેમાં “આ તો મેં કર્યું. મારા પુણ્યકર્મે મને આપ્યું,” એમ અભિમાન ધારણ કરવું તે નરી અજ્ઞાનતા છે. “જે કંઈ બને છે તે ભગવાન કરે છે,” એમ માનનારાઓ તો ભગવાન તરફ જ જોનારા હોય, એક એક વિચાર, વચન અને વર્તનમાં ભગવાન વણાયેલા હોય, અહંકારનું નામનિશાન ન હોય.
_ 'नाहं पुद्गलभावानां कर्ता कारयितापि च।'
હું પુદ્ગલભાવોનો કતી નથી અને પ્રેરક પણ નથી' - આ ભાવના પહેલેથી જ ગ્રંથકારે આપણને આપી છે. કર્તુત્વનું અભિમાન હોમી દો બ્રહ્મયજ્ઞમાં!
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मद्दग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।७।।२२३ ।। ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः।
ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।८।२२४ ।। અર્થ : જેણે બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું છે, બ્રહ્મમાં જ જેની દૃષ્ટિ છે, બ્રહ્મરૂપ જ્ઞાન જેનું સાધન છે, એવો (બ્રાહ્મણ) બ્રહ્મમાં અજ્ઞાનને (અસંયમને હોમતો બ્રહ્મચર્યની ગુપ્તિવાળો, “બ્રહ્માધ્યયન' ની મર્યાદાવાળી પરબ્રહ્મમાં સમાધિવાળો ભાવયજ્ઞને સ્વીકારનાર નિર્ગસ્થ પાપ વડે લપાતો નથી.
વિવેચન : પોતાનું કંઈ જ નહીં! બધું જ બ્રહ્મના ચરણે સમર્પિત! હા, ધનધાન્ય તો પોતાનાં નહીં જ, શરીર પણ પોતાનું નહીં... અરે, શરીર તો સ્થૂલ છે, સૂક્ષ્મ એવા મનના વિચારો પણ પોતાના નહીં... કોઈ વિચાર પર પણ પોતાની હઠ નહીં! એની દૃષ્ટિ બ્રહ્મ તરફ જ લાગેલી હોય, બ્રહ્મ સિવાય એને કંઈ ન દેખાય, બ્રહ્મ સિવાય એને બીજું કંઈ ન ગમે- ભલે એના ૨૫ જુઓ પરિશિષ્ટ ૨૮ “બ્રહ્માધ્યયન.”
For Private And Personal Use Only