________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૧
જંગમાં પણ નિપુણ હોય છે. તપશ્ચર્યા સાથે તેઓ ક્રોધ કરતા નથી, અભિમાન ધરતા નથી.
બ્રહ્માસ્ત્રના સહારે મહામુનિ રણમેદાનમાં મોહદુશ્મનના સૈનિકોની લોથો પાડતા અને શસ્ત્રોના ભંગારની ભૂતાવળને ખૂંદતા આગે કદમ બઢાવતા જાય છે. બિચારો દુશ્મન મોહ! જગતને લબડધક્કે લેનારો મોહ પોતે મુનિરાજ દ્વારા લબડધક્કે લેવાઈ જાય છે... તેની તાકાત ભ૨૨૨ ભૂક્કો થઈ જાય છે. મોહ-દુશ્મનની બેફાટ તાકાતને બાફી નાખવાનો દૃઢ સંકલ્પ કરીને મહામુનિ સંગ્રામના મોરચે ઝઝૂમે છે. મોહસેનાની મેલી મુરાદોને ધૂળમાં મેળવી દેવા મુનિ મક્કમ પગલે...નિર્ભયતાથી આગળ ચાલતા જાય છે.
એક વાત છે : શત્રુની ગમે તેવી ભીંસમાં પણ ‘બ્રહ્મજ્ઞાન'નું શસ્ત્ર હાથમાંથી છટકી ન જવું જોઈએ. એ શસ્ત્રને છીનવી લેવા શત્રુ ગમે તેટલા ધમપછાડા કરે, અડપલાં કરે, પણ એ શસ્ત્ર છીનવાઈ ન જાય, એટલી સાવધાની મહામુનિએ રાખવાની રહે છે... બસ, પછી કોઈ ભય નથી.
આત્મ-જ્ઞાનથી મુનિ નિર્ભયપણે આરાધનાના માર્ગે આગળ વધી શકે છે.
मयूरी ज्ञानद्रष्टिश्चेत् प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदानन्दचन्दने । । ५ । । १३३ ।।
અર્થ : જો જ્ઞાનદૃષ્ટિ મયૂરી મનરૂપ વનમાં સ્વચ્છંદપણે વિચરે છે તો આનંદરૂપ બાવનાચંદનના વૃક્ષ પર ભયરૂપ સર્વોનું વીંટાવું હોતું નથી.
વિવેચન : ‘મન' બાવનાચંદનનું વન છે. ‘આનંદ' બાવનાચંદનનું વૃક્ષ છે.
‘ભય’ ભયંકર સર્પ છે.
‘જ્ઞાનદૃષ્ટિ’ વનમાં વિચરતી ટહુકતી મયૂરી છે.
મુનિનું મન એટલે બાવનાચંદનનું વન! એ વનમાં સુવાસ જ સુવાસ, ચંદનની મઘમઘતી સુવાસ! એ મનવનમાં જ્યાં જુઓ ત્યાં ચંદનનાં વૃક્ષ! સામાન્ય ચંદનનાં વૃક્ષ નહીં! બાવનાચંદનનાં વૃક્ષ! આનંદ જ આનંદ...
મુનિનું મન એટલે આનંદવન! એ આનંદવનમાં મયૂરીના ટહુકાર થતા રહે છે. એ મયૂરીનું નામ છે શાનદૃષ્ટિ. પછી પેલા ભય-સર્પો ચંદનવૃક્ષ પર વીંટાઈ શકતા જ નથી.
જ્ઞાનદૃષ્ટિ એ મુનિજીવનમાં મહત્ત્વનું વસ્તુ છે. જ્ઞાનદૃષ્ટિના સહારે જ
For Private And Personal Use Only