________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિદ્યા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुक्कं पिउणो माऊए सोणियं तदुभयं पि संसठ्ठे । तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो |
૧૪૯
भवभावना
પિતાનું શુક્ર અને માતાનું રુધિર, એ બંનેના સંસર્ગમાંથી શરીરની ઉત્પત્તિ થાય છે. જીવાત્મા ત્યાં આવીને પ્રથમ સમયે જ એ શુક્ર-રુધિરના પુદ્ગલોનો આહાર કરી શરીરનું નિર્માણ કરે છે. આ તો એની ઉત્પત્તિની વાત છે.
એ શરીરનો સ્વભાવ કેવો છે? પવિત્રને અપવિત્ર કરવાનો! શુદ્ધને અશુદ્ધ કરવાનો! સુગંધને દુર્ગંધ કરવાનો! સુંદરને બેડોળ બનાવવાનો! કપૂર, કસ્તૂરી અને ચંદનના વિલેપન કરો. શરીર એ વિલેપનને અલ્પ કાળમાં અપવિત્ર, અશુદ્ધ અને દુર્ગંધમય બનાવી દેશે! સુંદર અને શુદ્ધ વસ્ત્રોથી શરીરને ઢાંકો, પણ અલ્પ સમયમાં શરીર એ વસ્ત્રોને ગંદાં અને અશુદ્ધ બનાવી દેશે. ઠંડાગરમ પાણીના ફુવારા નીચે બેસી, સુગંધભરપૂર સાબુથી સ્નાન કરો, કીમતી અત્તર લગાવી શરીરને મઘમધાયમાન કરી દો... પરં ુ બે-ચાર કલાક વીત્યા, ન વીત્યા, શરીર ત્યાં એના મૂળ સ્વભાવમાં પહોંચી જશે! પસીનાથી અને મેલથી...રોગથી અને વ્યાધિથી કઢંગું બની જશે. શરીરને આ રીતે વારંવાર પાણીથી અને માટીથી પવિત્ર બનાવી દેવાની ભ્રમણા કેવી ભયંકર છે! શરીરની પવિત્રતાને પોતાની પવિત્રતા માની લેવાની વૃત્તિ કેવી હાનિકારક છે, તે વિચારવું જોઈએ.
શરીરને સાધ્ય માની લઈ તેની સાથે જે વર્તન કરવામાં આવે છે તેનું પરિવર્તન થવું જોઈએ. પરંતુ પ્રવૃત્તિના પરિવર્તનમાં વૃત્તિનું પરિવર્તન હોવું જોઈએ. શરીર સાધન છે, સાધ્ય નહિ, શરીર પ્રત્યે એક સાધન તરીકેની વૃત્તિ હોવી જોઈએ, એના સાથેનો વર્તાવ પણ એક સાધન તરીકેનો જોઈએ.
For Private And Personal Use Only
મનુષ્ય-શરી૨ મોક્ષમાર્ગની આરાધના માટે સર્વોત્તમ સાધન છે. એ શરીરની એક-એક ધાતુનો ઉપયોગ, એ શરીરની એક-એક ઇન્દ્રિયનો ઉપયોગ, શરીરના એક-એક સ્પન્દનનો ઉપયોગ, મોક્ષમાર્ગની આરાધના માટે કરવાનો છે. શરીરના સાધન દ્વારા આત્માને પવિત્ર, શુદ્ધ અને ઉજ્જ્વલ કરવાનો છે. દુ:ખદ વાત એ છે કે ભ્રાન્ત મનુષ્ય આત્માને સાધન બનાવી તેના દ્વારા શરીરને શુદ્ધ અને પવિત્ર બનાવવાની ચેષ્ટા કરે છે. શરીરને પવિત્ર બનાવવા એવા એવા ઉપાય યોજે છે કે જેથી આત્મા કર્મમલિન બન્યે જાય છે. સાધ્યનો