________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦.
જ્ઞાનસાર નિર્ણય કરવામાં ગફલત કરી સાધ્યને સાધન માને છે અને સાધનને સાધ્ય સમજી લે છે!
એ ન ભૂલવું જોઈએ કે સાધ્ય આત્મા છે. સાધ્યને જરાય નુકસાન-ક્ષતિ ન પહોંચે એ રીતે સાધન સાથે વ્યવહાર કરવો જોઈએ. અવિદ્યા આ વિવેક કરવા દેતી નથી. અવિદ્યાના પ્રભાવમાં જીવાત્મા શરીર પ્રત્યે જ મમત્વવાળો બને છે, તેનું લક્ષ શરીર જ હોય છે. શરીરને રોજ પાણીથી સ્નાન કરાવશે... શરીર પર કોઈ ડાઘ ન રહી જાય તેની કાળજી રાખશે. શરીર ગંદું ન બની જાય તેની કાળજી રાખશે, શરીર ગંદુ ન બની જાય તેની સાવચેતી રાખશે.... આત્માને તો એ સાવ ભૂલી જ ગયો હોય છે!
કોલસાને પાણીથી કે દૂધથી ગમે તેટલો ધોવામાં આવે તો શું કોલસો સફેદ થાય? તેવી રીતે કાયા કે જે અપવિત્ર તત્ત્વોથી બનેલી છે અને બીજાને અપવિત્ર કરવાના સ્વભાવવાળી છે, તેને તમે ગમે તેટલી પવિત્ર કરવા પ્રયત્ન કરો... તમારો પ્રયત્ન નિષ્ફળ જશે.
या स्नात्वा समताकुण्डे हित्वा कश्मलज मलम् ।
पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ।।५।।१०९।। અર્થ : જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મેલને તજીને ફરીથી મલિનપણાને પામતો નથી, તે અંતરાત્મા અત્યંત પવિત્ર છે.
વિવેચન : શું તમારે સ્નાન કરવું જ છે? પવિત્ર બનવું જ છે? તો આવો તમને સ્નાન કરવાનું સુરમ્ય સ્થાન બતાવું. સ્નાન માટેનું શુદ્ધ જળ બતાવું... તમે એક વાર સ્નાન કરો, પુનઃ સ્નાન કરવાની જરૂર નહિ પડે. તમને એવી પવિત્રતા પ્રાપ્ત થશે કે જે સ્થાયી રૂપે રહેનારી હશે.
આ સમતાનો કુંડ છે. કુંડમાં શમરસનું છલોછલ જલ ભરેલું છે. તમે સર્વાગીણ સ્નાન કરો. સ્વચ્છંદ બનીને સ્નાન કરો. તમારા આત્મા પર લાગેલો પાપ-પંક ધોવાઈ જશે. તમારો આત્મા પવિત્ર બની જશે... તમને સમકિતની મહાન પવિત્રતા પ્રાપ્ત થશે.
એક વાર જે આત્માએ સમ્યગુ દર્શન પ્રાપ્ત કરી લીધું, તે આત્મા કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. અંતઃકોડા-કોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિથી વધારે સ્થિતિ બાંધતો નથી. આ જ એની સહજ પવિત્રતા છે.
૮. જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only