________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
જ્ઞાનસાર માટે યથાર્થદર્શી દૃષ્ટિકોણ અપનાવ્યા વિના આત્માની પૂર્ણતા તરફ પ્રયાણ થઈ શકતું નથી. પૂર્ણાનન્દની અનુભૂતિ થઈ શકતી નથી. આ છે યથાર્થ દૃષ્ટિકોણ
લયમી સમુદ્રનાં તરંગો જેવી ચપળ છે. કિ જીવન વાયુ જેવું અસ્થિર છે.
શરીર વાદળાં જેવું ક્ષણભંગુર છે. કોઈ સમુદ્રના શાંત તટ પર બેસી, પૂર્ણિમાની રાત્રિએ, સાગરના ઊછળતા તરંગોમાં લક્ષ્મીની ચપળતાનું દર્શન કરી, લક્ષ્મીની લાલસાને તિલાંજલિ આપી દેજો. કોઈ પહાડના ઊંચા શિખર પર ઊભા રહી, દૃષ્ટિને અનંત આકાશ તરફ સ્થિર કરી, વાયુના સુસવાટાઓમાં જીવનની અસ્થિરતાનું કરુણ સંગીત સાંભળજો.... જીવનની ઝંખનાથી ત્યારે નિવૃત્ત થવાનો દૃઢ સંકલ્પ કરજો. કોઈ વર્ષાકાલમાં... કોઈ વન-નિકુંજમાં આસન લગાવી... આકાશમાં ચઢી આવતાં વાદળોમાં કાયાની ક્ષણભંગુરતાનો ધ્વનિ સાંભળજો... અને? કાયાની સ્પૃહાને ત્યજી દેવાનો ત્યારે મનોનિશ્ચય કરી લેજો.... અવિદ્યાનું અનાદિ આવરણ ચિરાઈ જશે અને વિદ્યાનું અનુપમ સૌન્દર્ય પૂર્ણ બહારમાં પ્રગટ થઈ જશે. “ત્રિકોણ ની દુનિયાથી મુક્ત થઈ તમે તમારી સહજસ્વાધીન જ્ઞાનાદિ લક્ષ્મી, આત્માનું સ્વતંત્ર અનંત જીવન અને અક્ષય આત્મદ્રવ્યની અગમ-અગોચર સૃષ્ટિમાં પહોંચી જશો.
લમી, જીવન અને આયુષ્ય તરફની આ નવીન વિચારપદ્ધતિ કેવી આહ્લાદક અને અંતઃસ્પર્શી છે! કેવું મીઠું આત્મસંવનન અને રોમરાજીને વિકસ્વર કરનારું સ્પંદન જાગ્રત થાય છે! જૂનીપુરાણી.... અનાદિ વિચારધારાની વિક્ષુબ્ધતા, વિવશતા અને વિવેક-વિકલતાનો અહીં સ્પર્શ માત્ર નથી!
शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ।।४ ।।१०८।। અર્થ : પવિત્ર પદાર્થને પણ અપવિત્ર કરવા સમર્થ (અને) અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા શરીરને વિષે પાણી વગેરેથી પવિત્રતાનો ભ્રમ ભયંકર છે.
વિવેચન : શરીરની શુદ્ધિ તરફ ખૂબ ઝૂકી ગયેલા મનુષ્ય જરા સ્વસ્થતાપૂર્વક વિચારવું જોઈએ કે શરીર કેવી રીતે ઉત્પન્ન થાય છે, શામાં ઉત્પન્ન થાય છે અને એ શરીરનો કેવો સ્વભાવ છે.
For Private And Personal Use Only