________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૪૭ પ્રવેશી જાય છે અને ભયંકર બરબાદી કરી જાય છે.... અલબત્ત, એ બરબાદી કરવાની સાથે એ ભૂમિના માલિકને થોડી સુખ-સગવડ આપે છે, જેથી એ સુખ-સગવડોના લાલચુ માલિક મોહની સામે જેહાદ ન જગાવે! બળવો ન કરી બેસે! બ્રિટિશરો તરફથી મળતાં માન-સન્માન અને સુખ-સગવડોના લાલચુ દેશદ્રોહીઓ જેવી રીતે ભારતની ભૂમિ પર બ્રિટિશરોને રાજ્ય કરવા દેવાની હિમાયત કરતા હતા, તેવી રીતે જ્યાં સુધી આપણે મોહ તરફથી મળતી સુખ-સગવડો અને માન-સન્માન સ્વીકારતા રહીએ ત્યાં સુધી આપણે આત્મદ્રોહી છીએ... શું આપણે મોહને આપણી આત્મભૂમિ પર રાજ્ય કરવા દેવામાં જો રાજી છીએ તો!
तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् ।
अदभ्रधीरनुध्यायेदभ्रवद् भगुरं वपुः ।।३ ।।१०७ ।। અર્થ : નિપુણ બુદ્ધિવાળો લક્ષ્મીને સમુદ્રના તરંગ જેવી ચપળ, આયુષ્યને વાયુના જેવું અસ્થિર, અને શરીરને વાદળાં જેવું વિનશ્વર વિચારે. વિવેચન : + લક્ષ્મી આયુષ્ય આ શરીર
આ ત્રણ તત્ત્વો તરફ જીવાત્માનો જે અનાદિ-દષ્ટિકોણ રહેલો છે, તેનો અંત લાવી એક નવો છતાં યથાર્થ દષ્ટિકોણ અપનાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી કહી રહ્યા છે. “અવિદ્યા” ના આવરણને ફાડી નાખવા માટે આ નવ્ય દ્રષ્ટિકોણ સમર્થ અને અનિવાર્ય છે, એ વાત સમજવા માટે “અદભ્રબુદ્ધિ' નિપુણ બુદ્ધિનો સહારો લેવા માટે પણ સૂચવ્યું છે.
લક્ષ્મીની લાલસા, જીવન (આયુષ્ય)ની ઝંખના અને શરીરની સ્પૃહાએ જીવાત્માની બુદ્ધિને કંઠિત કરી દીધી છે, જીવાત્માની વિચારશક્તિને ખૂબ સીમિત બનાવી દીધી છે અને જીવની અંતઃચેતનાને ધૂળના ઢેફાં નીચે ભંડારી દીધી છે. લક્ષ્મી, જીવન અને શરીરના ત્રિકોણ' ના વ્યામોહ પર સમગ્ર સંસારની નવલકથા સર્જાયેલી છે. સંસારની નવલકથાનું કોઈ પણ પાનું ખોલીને વાંચો, આ ત્રિકોણ' દેખાઈ પડશે! રાગ અને દ્વેષ, હર્ષ અને વિષાદ, સ્થિતિ અને ગતિ, પુણ્ય અને પાપ, આનંદ અને ઉગ.... આવા સેંકડો કંઢોના કેન્દ્રસ્થાને લક્ષ્મી, જીવન અને શરીરનો 'ત્રિકોણ’ રહેલો છે. આશાના મિનારાઓ અને નિરાશાનાં કબ્રસ્તાનો આ “ત્રિકોણ” પર સર્જાય છે. કહો કે પવિત્ર, ઉદાત્ત આત્માનુલક્ષી અને ભવ્ય ભાવનાઓનું સ્મશાન આ “ત્રિકોણ' છે! આ “અવિદ્યાત્રિકોણને એના વાસ્તવિક સ્વરૂપમાં જોવા
For Private And Personal Use Only