________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
જ્ઞાનસાર અહીં ત્રણ વાતો તરફ આપણું લક્ષ દોરવામાં આવ્યું છે :
આત્માનું અવિનાશી-સ્વરૂપે દર્શન. છે પરપુદ્ગલસંયોગનું વિનાશી-રૂપે દર્શન.
મોહનો આત્મભૂમિમાં અપ્રવેશ. મારક મોહની વિકટ વિટંબણાઓથી જો મન ઉદ્વિગ્ન બન્યું હોય અને એ વિટંબણાઓથી મુક્ત થવાની કામના અદમ્ય ઉલ્લતી હોય તો આ ઉપાયો અદમ્ય કામનાને સફળ બનાવવા સમર્થ છે. હા, મોહને આત્મભૂમિ પર પગ પણ ન મૂકવા દેવાનો સુદઢ સંકલ્પ જોઈશે. મહિના સહારે આનંદ-પ્રમોદ અને ભોગ-વિલાસ અનુભવવાની-ભોગવવાની વૃત્તિઓનું અસાધારણ દમન કરવું જોઈશે. તો જ આત્મા તરફ દૃષ્ટિ જશે અને આત્માનું અવિનાશી સ્વરૂપે જોવામાં આનંદાનુભૂતિ થશે. પરપુગલના સંયોગો વિનાશી-વ્યર્થ સમજાશે.
આત્માનું અવિનાશી-સ્વરૂપે દર્શન કરવાનું છે, તે માત્ર કોઈ એકાદ કલાક માટે કે એકાદ મહિના-વર્ષ માટે નહિ; પરંતુ જ્યારે જ્યારે પોતાના આત્મા તરફ યા બીજાના આત્મા તરફ દૃષ્ટિ જાય, ત્યારે “આ અવિનાશી છે” “એવું સંવેદન થવું જોઈએ. અવિનાશી આત્માનું દર્શન જ્યારે મનમાં સુખદ સંવેદન પેદા કરે, ત્યારે વિનાશી શરીર અને ભૌતિક સંપત્તિના દર્શનમાં નીરસતા અને આકર્ષણહીનતા આવે. અવિનાશી આત્માની પ્રીતિ થઈ ગયા પછી “પરપુદ્ગલના સંયોગ અનિત્ય છે. જે અનિત્ય છે, તેના સંગમથીસંયોગથી શું વિશેષ?' આ દૃષ્ટિ ખૂલે છે. પસંયોગની અનિત્યતાનું દર્શન મન પર એવો પ્રભાવ ઉપસાવે છે કે પસંયોગ કરવામાં, પરસંયોગમાં સુખ અનુભવવામાં કે પરસંયોગના વિયોગમાં...ન આનંદ, ન પ્રમોદ કે ન વિષાદ!
પરસંયોગમાં મોહને આત્મભૂમિમાં પ્રવેશ કરવાનો માર્ગ મળી જાય છે. જ્યાં જીવે પરસંયોગમાંથી સુખની કલ્પના કરી, મોહ આત્મભૂમિમાં પેઠો સમજો! પરસંયોગમાં સુખની કલ્પનાને આમૂલ ઊખેડીને ફેંકી દેવા માટે પરસંયોગ અનિત્ય છે' એવી જ્ઞાનદષ્ટિને ખોલવા અહીં કહેવામાં આવ્યું છે.
આત્મામાં જીવ સુખની કલ્પના નથી કરતો, અનાદિ કાળથી તેણે આત્મામાં સુખનું દર્શન નથી કર્યું, તે જીવ આત્મામાં સુખનું દર્શન કરે તે માટે “આત્મા નિત્ય અવિનાશી છે” એવી તત્ત્વદૃષ્ટિ આપવામાં આવી છે. જ્યાં સુધી આ બંને દૃષ્ટિઓને ખોલવામાં નથી આવી ત્યાં સુધી જ મોહ આત્મભૂમિમાં
For Private And Personal Use Only