________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યા
૧૪૫ ગંદકીથી અને રોગોથી ભરેલા શરીરને પવિત્ર માની લઈ, તે શરીર પર ખૂબ પ્રેમ કરનાર મનુષ્ય, જ્યારે એ શરીર પોતાનું પત પ્રકાશે છે, ત્યારે કેવો બ્રાન્ત બની જાય છે, એ વાત પર વિશ્વાસ ન થતો હોય તો સનકુમાર ચક્રવર્તીના ઐતિહાસિક વૃત્તાંતને વાંચો. જડ-ચેતનનો ભેદ નહિ સમજનાર મનુષ્યોની મૂંઝવણના ઉદાહરણ તમે પોતે જ છો! જડ પુદ્ગલના બગડવાસુધરવા પર તમે પોતે કેટલા રાગ-દ્વેષી બની જાઓ છો? કેટલી ચિંતા અનુભવો છો?
જડથી હું જુદો છું, જડ બગડે તેમાં મારું કંઈ બગડતું નથી. જડ સુધરે તેમાં મારું કંઈ સુધરતું નથી' - આ વિચાર-વૃત્તિ રાગ-દ્વેષની ભયંકર સમસ્યાને ઉકેલી શકે છે અને આત્મા સમભાવમાં રહી શકે છે.
પરપુદગલનો સંયોગ અનિત્ય છે. તે સંયોગ પર હું સુખના મિનારા નહિ બાંધું.. તે સંયોગને નિત્ય નહિ માનું. મારો આત્મા જ નિત્ય છે. આ તત્ત્વવૃત્તિ પર સંયોગ-વિયોગમાંથી પેદા થતી વિકલતા-
વિવળતાને દૂર કરી શકે છે અને આત્મા પ્રથમ-સુખ અનુભવી શકે છે.
પવિત્ર એક માત્ર મારો આત્મા છે. શુદ્ધ એક માત્ર મારો આત્મા છે. આ યથાર્થ દર્શન થયા પછી, શરીરને પવિત્ર અને નીરોગી બનાવી રાખવાનો સખત પુરુષાર્થ અને એ પુરુષાર્થમાં મળતી નિષ્ફળતા પર થતો ક્લેશ વગેરે બધું દૂર થઈ જશે. શરીર સાધ્ય નહિ લાગે, સાધન સમજાશે. તેની સાથેનો વ્યવહાર એક સાધન તરીકેનો રહેશે. શરીર ખાતર થતાં અનેક પાપોમાંથી બચી જવાશે.
અવિદ્યાના ગાઢ આવરણને વિદારવાનો પુરુષાર્થ દઢ પ્રણિધાનપૂર્વક આરંભવો જોઈએ. વચ્ચે આવતાં વિક્નોથી ડરીને પાછા ન હટતાં, વિઘ્નો પર વિજય મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ.
यः पश्येत् नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।
छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।।२।।१०६ ।। અર્થ : જે આત્માને સદા અવિનાશી જુએ છે (અને) પર-વસ્તુના સંબંધને વિનશ્વર જુએ છે, તેના છિદ્ર મેળવવાને મોહરૂપ ચોર સમર્થ થતો નથી.
વિવેચનઃ જે મુનિ સદૈવ આત્માને અવિનાશી જુએ છે અને પર-પદાર્થોના સંબંધને વિનાશી જુએ છે, તે મુનિના આત્મપ્રદેશમાં પ્રવેશ કરવા માટે મોહચોરને કોઈ છિદ્ર મળતું નથી.
For Private And Personal Use Only