________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
જ્ઞાનસાર नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु ।
अविद्या तत्त्वधीविद्या योगाचार्यैः प्रकीर्तिता ।।१।।१०५ ।। અર્થ : અનિત્ય, અશુચિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિમાં નિત્યપણાની, શુચિપણાની અને આત્માપણાની બુદ્ધિ અવિદ્યા કહેવાય) અને તત્ત્વની બુદ્ધિ વિદ્યા, યોગાચાર્યોએ કહી છે.
વિવેચન : જે પગલો અનિત્ય છે, અશુચિ-અપવિત્ર છે અને આત્મતત્ત્વથી ભિન્ન છે, તે પુદ્ગલોને તું નિત્ય પવિત્ર અને આત્માથી અભિન્ન માની રહ્યો છે? તો સમજવું જોઈએ કે “અવિદ્યા' નો તારા પર પ્રબળ પ્રભાવ છે. જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્યોને તું નિત્ય, પવિત્ર અને આત્માથી અભિન્ન સમજે છે ત્યાં સુધી તું તત્ત્વજ્ઞાની નથી, આત્મજ્ઞાની નથી, પરંતુ અવિદ્યાથી આવૃત-અજ્ઞાનથી અભિભૂત અને વિવેકરહિત પામર જીવાત્મા છે. પામર જીવાત્માની આ કેવી કરુણાજનક સ્થિતિ છે!
પરસંયોગને તે નિત્ય સમજે છે. અપવિત્ર શરીરને તે પવિત્ર માને છે. જડ-પુદ્ગલ દ્રવ્યોને તે પોતાનાં માને છે! આ “અહંવૃદ્ધિ' અને “મમવૃદ્ધિ' અવિદ્યા છે. મૌનમાં બાધક આ અવિદ્યા છે. મુનિપણાની સાધનામાં અવિદ્યા વિપ્ન છે. જ્યાં સુધી આ વિદ્ગ પર વિજય ન મેળવવામાં આવે, ત્યાં સુધી મુનિપણું સિદ્ધ ન થઈ શકે. અનંત અનંત કાળ કર્મોના ઘોર સીતમ સહન કરવા પડ્યા છે, તેનું કારણ આ અવિદ્યા છે. અનિત્યને નિત્ય, અપવિત્રને પવિત્ર અને ભિન્નને અભિન્ન માનવાની વૃત્તિ અનાદિકાળ-પુરાણી છે. એ વૃત્તિનો વિનાશ કરવો સરળ નથી.. સાથે સાથે કહેવું જોઈએ કે અશક્ય પણ નથી!
આત્માને નિત્ય સમજો,
આત્માને પવિત્ર સમજો. જ આત્મામાં જ “ઉં' બુદ્ધિ કરો.
આ તત્ત્વબુદ્ધિ-વિદ્યા દ્વારા અવિદ્યાનો વિનાશ થઈ શકશે. પરસંયોગને નિત્ય માની લઈ, પરસંયોગમાં રાગી બનનાર જીવ, તે પરસંયોગનો જ્યારે વિયોગ થાય છે, ત્યારે કેવું કરુણ રુદન કરે છે, તે વાત ન સમજાતી હોય તો રામચંદ્રજીના વિરહમાં ઝૂરતી સીતા તરફ દષ્ટિ કરો, સમજાઈ જશે.
For Private And Personal Use Only