________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૨૭
કુવાસનાઓનાં તીરો વરસાવે! છત્રરત્ન અને ચર્મરત્ન તમને એકેય તીર લાગવા નહીં દે.
‘હું ચક્રવર્તી છું’-આ ખુમારી રાખો, ‘મારી પાસે ચર્મરત્ન અને છત્રરત્ન છે’-આનો ગર્વ રાખો. આ ખુમારીથી ને ગર્વથી તમે દીન નહીં બનો, હતાશ નહીં બનો, કાયર નહીં બનો.
મોહમ્લેચ્છ ભલે ગમે તેટલાં વ્યૂહો રચે, તમારી ચારે બાજુ મિથ્યાત્વના બિહામણા દૈત્યોને ગોઠવી દે, તમને મૂંઝવી દેતાં વિવિધ વાસનાઓનાં તીર વરસાવે, પણ તમે નિર્ભય બનીને ઝઝૂમજો! સમ્યગ્ ક્રિયાઓમાં તમારી લીનતા હશે, તો વાસનાઓનાં તીર તમને સ્પર્શી નહીં શકે. સમ્યગ્ જ્ઞાનમાં તમારી મગ્નતા હશે, તો વાસનાઓનાં તીર તમને પ્રદક્ષિણા દઈ એ જ દૈત્યોનાં વક્ષ:સ્થળમાં પ્રહાર કરશે! સ્થૂલભદ્રજી પર મોહમ્લેચ્છ કેવો ગજબ હુમલો કર્યો હતો! વાસનાની કેવી ધોધમાર વર્ષા કરી હતી? પણ એ તો ચક્રવર્તી મહામુનિ હતા. મોહે કોશ્યાના હૃદયમાં મિથ્યાત્વને ઊભું કર્યું... મિથ્યાત્વે વાસનાઓને સ્થૂલભદ્રજી પર છોડી... રોજ કોશ્યા સોળ શૃંગાર સજીને વાસનાઓનાં તીર પર તીર છોડતી ગઈ... વાસનાઓની ધોધમાર વર્ષા ક૨વા લાગી. તેણે લલચામણા હાવભાવ કર્યા, અંગવિન્યાસ કર્યા, મદોત્તેજક ભોજન આપ્યાં... ગીત-ગાન અને નૃત્ય કર્યાં... પરંતુ આ કોઈ તીર સ્થૂલભદ્રજીને સ્પર્શી પણ શક્યું? ન સ્પર્શી શકે! વર્ષાનું એક બિંદુ પણ એમના અંગને ભીંજવી ન શક્યું, કારણ કે તે ચક્રવર્તી પાસે સન્ક્રિયાઓનું ચર્મરત્ન હતું, સમ્યગ્ જ્ઞાનનું છત્રરત્ન હતું. આ બે રત્નો ચક્રવર્તીની દુશ્મનોથી સતત રક્ષા કરે છે! શરત એક : એ રત્નોને ચક્રવર્તીએ પોતાની પાસે જ રાખવાં પડે! જો એ રત્નોને દૂર રાખીને ફરે, તો દુશ્મન તુરંત હુમલો કરી ચક્રવર્તીને ચોળી નાખે
મુનિરાજ! તમારે તો સમસ્ત આસવોનો ત્યાગ કરી સર્વસંવરમાં આવવાનું છે; એટલે ક્રિયા અને જ્ઞાનમાં તમારે પરિણતિ કેળવવાની છે. મન, વચન અને કાયાના યોગોને ક્રિયાઓમાં-ચારિત્રની ક્રિયાઓમાં પરોવી દેવાના અને જ્ઞાનનો અખંડ ઉપયોગ રાખવાનો. જ્ઞાનદીપક ક્યારેય ન બુઝાઈ જાય એ માટે તમારે જાગ્રત રહેવાનું છે. ક્ષાયોપશમિક જ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો મંદ દીપક પણ જો બુઝાઈ ગયો તો વાસનાઓની ભૂતાવળ.વળગી પડશે અને તમારું લોહી ચૂસી જશે, વાસનાઓની મુશળધાર વર્ષામાં તમે ભીંજાઈ જશો અને બીમારીમાં પટકાઈ ભાવમૃત્યુ પામશો.
For Private And Personal Use Only