________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
શાનસાર
સ્નેહથી મસ્તીથી ભરી દેનાર, પ્રેમદૃષ્ટિના સાગરમાં સહેલ કરાવનાર સાથીદાર જોઈએ છે? આ રહી તમારી ઈન્દ્રાણી! સમતાશચી તમારી કાયમી સાથીદાર છે. બસ, એ સમતાશચીના હાથનું અમૃત પી-પીને... તેના યૌવનનું પાન કરતા રહેજો. તમને જરાય એકલવાયાપણું નહીં લાગે. તમારું મન સ્નેહની મસ્તીમાં રહેશે. સમતા-ઇન્દ્રાણી... મધ્યસ્થદૃષ્ટિ છે. આ ઇન્દ્રાણીને ક્ષણ વાર તમારાથી દૂર રાખશો નહીં.
રહેવાનું ક્યાં? અરે, મુનીન્દ્ર! તમારે મહાન વિમાનમાં જ રહેવાનું. ઇંટ, ચૂના કે પથ્થરનાં મકાનો એ મહાવિમાનની આગળ સાવ તુચ્છ છે, ઘાસની ને નળિયાંની ઝૂંપડીઓ તમારા માટે હવે નહીં! તમારા પરિવાર સાથે તમારે વિમાનમાં વાસ કરવાનો. જ્ઞાનના મહાવિમાનના તમે માલિક છો. જ્ઞાનઆત્મસ્વરૂપના અવબોધરૂપ જ્ઞાન... એ મહાવિમાન છે. કહો, આ સ્થાનમાં તમને કોઈ મુશ્કેલી નહીં પડે ને? બધી સગવડવાળું આ વિમાન છે... તમારું નંદનવન પણ આ વિમાનમાં જ આવેલું છે. તમારી ઇન્દ્રાણી અને તમારું વજ્ર પણ આ વિમાનમાં જ રહેશે.
કહો, હવે કોઈ ન્યૂનતા છે? મુનીન્દ્ર, તમારી પાસે દુનિયાની શ્રેષ્ઠ સંપત્તિ, ઉચ્ચતમ્ વૈભવ છે. તમારે કોઈ વાતે કમી નથી... આવા દિવ્ય સુખમાં તમારા દિવસ ને રાત ક્યાં પસાર થશે, એની તમને ખબર પણ નહીં પડે. માટે તમારી સમૃદ્ધિને ઓળખો. એ સિવાયની તુચ્છ અને અસાર એવી પૌદ્ગલિક સંપત્તિની કામનાઓ ત્યજી દો.
विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रो निवारयन् ।
मोहम्लेच्छमहावृष्टिं चक्रवर्ती न किं मुनिः ? ।।३ । ।१५५ ।।
અર્થ : ક્રિયા અને જ્ઞાનરૂપ ચર્મરત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા, મોહરૂપ મ્લેચ્છોએ કરેલી મહાવૃષ્ટિને નિવારતા સાધુ શું ચક્રવર્તી નથી?
વિવેચન : મુનિરાજ, તમે શું ચક્રવર્તી નથી? તમે તો ભાવ-ચક્રવર્તી છો! ચક્રવર્તીની અપાર ઋદ્ધિ-સમૃદ્ધિ અને શક્તિ તમારી પાસે છે, તે તમે જાણો છો?
તમારી પાસે ચર્મરત્ન છે! સમ્યગ્ ક્રિયાઓનું ચર્મરત્ન છે! તમારી પાસે છત્રરત્ન છે! સમ્યગ્ જ્ઞાનનું છત્રરત્ન છે...! ભલેને પછી મોહ-મ્લેચ્છો મિથ્યાત્વના દૈત્યોને મોકલી તમારા પર
For Private And Personal Use Only