________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૯
ઉપશમશ્રેણિ
(૧) આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે. અવશ્ય અનુત્તરદેવલોકમાં જાય. દેવલોકમાં તેને પ્રથમ સમયે જ ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
(૨) ઉપશાન્તમોહ-ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થવાથી જે જીવ પડે તો નીચે કોઈ ગુણસ્થાનકે પહોંચે. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે થઈને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ જાય.
ઉપશમશ્રેણિ કેટલી વાર? એક જીવને સમગ્ર સંસારચક્રમાં પાંચ વાર ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય. એક જીવ એક ભવમાં વધુમાં વધુ બે વાર ઉપશમશ્રેણિ માંડી શકે, પરંતુ જે બે વાર ઉપશમશ્રેણિએ ચઢે તે એ જ ભવમાં ક્ષપકશ્રેણિ ન માંડી શકે. આ મંતવ્ય કર્મગ્રંથના રચયિતા આચાર્યનું છે, આગમ ગ્રંથોના મતે એક ભવમાં એક જ શ્રેણિ માંડી શકાય. ઉપશમશ્રેણિ માંડનાર ક્ષપકશ્રેણિ એ ભવમાં ન જ માંડી શકે.
'मोहोपशमो एकस्मिन् भवे द्वि: स्यादसन्ततः ।
यस्मिन् भवे तूपशम क्षयो मोहस्य तत्र न ।।' વેદોદય અને શ્રેણિ : ઉપર જે ઉપશમશ્રેણિનું વર્ણન કરવામાં આવ્યું તે પુરુષવેદના ઉદયે શ્રેણિ
માંડનાર આત્માને લઈ કરવામાં આવ્યું છે. છે જે આત્મા નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડે તે સર્વ પ્રથમ અનન્તાનુબંધી
અને દર્શનત્રિકની તો ઉપશમના કરે જ છે, પરંતુ સ્ત્રીવેદ કે પુરુષવેદના ઉદયમાં શ્રેણિ માંડનાર આત્મા નપુંસકવેદને ઉપશમાવે છે ત્યાં નપુંસકવેદે શ્રેણિ માંડનાર પણ નપુંસકવેદની જ ઉપશમના કરે છે. ત્યારબાદ સ્ત્રીવેદ અને નપુંસકવેદ-બંનેની ઉપશમના કરે છે. આ ઉપશમના નપુંસકવેદના ઉદયકાળના ઉપાજ્ય સમય સુધી હોય છે. ત્યાં સ્ત્રીવેદ સંપૂર્ણ ઉપશાન્ત બને છે. આગળ નપુંસકવેદની ૧ સમયની ઉદયસ્થિતિ શેષ રહે છે તે પણ ભોગવાઈ જતાં આત્મા અવેદક બને છે. તે પછી પુરુષવેદ વગેરે ૭
પ્રકૃતિને એક સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. છે જે આત્મા સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડે તે દર્શનત્રિક પછી નપુંસકવેદને ઉપશમાવે. તે પછી ચરમ-સમય જેટલી ઉદયસ્થિતિને મૂકી સ્ત્રીવેદના શેષ દલિકોને ઉપશમાવે. ચરમ-સમયનો દલિક ભોગવાઈને ક્ષય થઈ ગયા પછી અવેદી બને છે. અવેદક બન્યા પછી પુરુષવેદ આદિ સાત પ્રકૃતિ ઉપશમાવે છે.
For Private And Personal Use Only