________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दयाम्भसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावनापावनाशयः ।।१ । ।२२५ ।।
भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः ।
नवब्रह्माङ्गतो देवं शुद्धमात्मानमर्चय । । २ । । २२६ ।।
જ્ઞાનસાર
અર્થ : દયારૂપી પાણીથી સ્નાન કરનાર, સંતોષનાં ઉજ્વલ વસ્ત્રને ધારણ કરનાર, વિવેકના તિલકથી શોભાયમાન, ભાવનાઓથી પવિત્ર આશયવાળો, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદનરસ વડે શુદ્ધ આત્મારૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગે પૂજા કરે.
વિવેચન : પૂજન? તારે કોનું પૂજન કરવું છે? પૂજન કરીને શું મેળવવું છે? તે આ બધું વિચાર્યું છે? ના!
તું પૂજન ક૨વા ચાહે છે - અરે, તું કોઈનું પૂજન પણ કરી રહ્યો છે...ઘણી ઈચ્છાઓ, કામનાઓ, અભિલાષાઓના ખોળા પાથરીને પૂજનનું ફળ યાચી રહ્યો છે... ખરું ને? પરંતુ તું એ તો વિચાર કે તું સ્વયં પૂજક બન્યો છે ખરો? પૂજારી બન્યો છે ખરો? પૂજક બન્યા વિના, પૂજારી બન્યા વિના, તારી પૂજા તારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકશે? તારી કામનાઓને સંતોષી શકશે? માટે જ તને હું કહું છું કે તું ‘પૂજક’ બન.
સર્વપ્રથમ તો તું સ્નાન કરી લે. ના, તને પાપ નહીં લાગે. તું મુનિ છે એ હું જાણું છું, સચિત્ત પાણીના સ્પર્શમાં પાપ લાગે છે તે સમજું છું. છતાં તને કહું છું કે તું સ્નાન કરી લે! તને એવું પાણી બતાવું છું કે જેનો સ્પર્શ કરવામાં પાપ ન લાગે....
‘દયા’ના પાણીથી સ્નાન કર! અરે, દયાના શીતળ, સ્વચ્છ સરોવ૨માં જ કૂદી પડને! હા, સરોવરમાં સ્નાન કરવાનો નિષેધ કરનારા જ્ઞાનીપુરુષો પણ તને આ દયાસરોવરમાં સ્નાન કરતાં નહીં અટકાવે!
અને જ્યારે તું એ દયાસરોવરમાંથી સ્નાન કરીને બહાર નીકળીશ ત્યારે તારી ખુશીની સીમા નહીં રહે! ક્રૂરતાનો મેલ ધોવાઈ ગયો હશે અને કરુણાની કોમળતા છવાઈ ગઈ હશે... તું સ્વચ્છ-પવિત્ર બની ગયો હશે!
For Private And Personal Use Only
હે સાધક! સ્નાન કરીને તારે નવાં જ વસ્ત્ર પહેરવાના છે-સાવ શુદ્ધ શ્વેત વસ્ત્ર. તું પહેરીશ ને? એ વસ્ત્રોમાં તું સોહામણો લાગીશ. તને લાગશે કે ‘હું પૂજક છું!' એ વસ્ત્રનું નામ છે ‘સંતોષ.’ કેવું પ્યારું નામ છે! પુદ્ગલભાવોની