________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩૫૩ તૃષ્ણાનાં વસ્ત્ર પહેરીને પૂજક ન બની શકાય.તૃષ્ણામાં રતિ-અરતિનાં દ્વન્દ્ર છે, તૃષ્ણામાં આનંદ-ઉદ્વેગના તરંગો છે, એ તૃષ્ણાનાં રંગબેરંગી વસ્ત્રો પહેરીને તું પૂજક ન બની શકે. માટે તારે “સંતોષનાં વસ્ત્ર પહેરવાનાં છે. એક વાર તું આ વસ્ત્રો પહેરીને પૂજક બન, તને તે ગમે તો બીજી વાર પહેરજે! અર્થાત્ તારે પૌગલિક પદાર્થોની તૃષ્ણાને ત્યજવી પડશે, જો તારે પૂજક બનવું છે તો!
અરે! તું ક્યાં ચાલ્યો? પૂજન કરવા? ઊભો રહે, ભાઈ! એ દેવમંદિરમાં જતાં પહેલાં તારે “તિલક કરવું પડશે! કપાળે તિલક કર્યા વિના તું દેવમંદિરમાં નહીં જઈ શકે. તારી કાયા દયાજલના સ્નાનથી કેવી સુંદર બની છે! સંતોષવસ્ત્રો ધારણ કરવાથી તે કેવો આકર્ષક બની ગયો છે! હવે તું “વિવેક'નું તિલક કરી જો, તારું રૂપ દેવરાજ ઈન્દ્રના મુખે પ્રશંસાશે!
વિવેકનું તિલક! વિવેક એટલે ભેદજ્ઞાન. જડ-ચેતનનો ભેદ સમજી, ચેતન આત્મા તરફ વળવું, જડ પદાર્થોમાં અર્થાત્ શરીરમાં જે આત્મબુદ્ધિ કરી છે, તે ત્યજીને “શરીરથી હું (આત્મા) ભિન્ન છું' - એવી શ્રદ્ધા દૃઢ કરવી, શુદ્ધાત્મદ્રવ્યવાદ” “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું” – આ જ્ઞાનથી મનને ભાવિત કરવું, આ છે વિવેક. આવા વિવેકનું તિલક કરવું પૂજક માટે અનિવાર્ય છે. આ વિવેકતિલકથી તારી શોભા સાથે તારો આત્મવિશ્વાસ વધી જ શે, તને લાગશે કે “હું પૂજક છું.'
હવે તારે તારા વિચારોને પવિત્ર બનાવવાના છે. જે પરમ આત્માનું તું પૂજન કરવા ચાહે છે તે પરમાત્માના ગુણોમાં તન્મય થવાની ભાવનાઓ દ્વારા તારે તારા વિચારોને પવિત્ર બનાવવાના છે; અર્થાતુ બીજી બધી જ ભૌતિક, આધિભૌતિક કામનાઓની અપવિત્રતા ત્યજી દઈ પરમાત્મ-ગુણોની જ એક અભિલાષા લઈ તારે પરમાત્મ-મંદિરના દ્વારે પહોંચવાનું છે! જ્યાં સુધી પરમાત્મ-ગુણોનું જ એક આકર્ષણ, પરમાત્મગુણોનું જ એક ધ્યાન ન જામે ત્યાં સુધી આશય-પવિત્રતા નહીં આવે. અને દેવપૂજન કરવા માટે આશયપવિત્રતા વિના નહીં ચાલે!
ચાલો, હવે કેસરની કંચન-કટોરી ભરી લો. લો આ કેસર અને લો આ ચંદન, ઘસવા માંડો. ભક્તિનું કેસર શ્રદ્ધાના ચંદનથી ખૂબ ઘસો. ભક્તિનો લાલ લાલ રંગ અને શ્રદ્ધાની મઘમઘ સોડમ! આ કેસરમિશ્રિત ચંદનની કંચન-કટોરી ભરી લો.
For Private And Personal Use Only