________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
જ્ઞાનસાર આરાધ્ય પરમાત્માની આરાધનાનો અંગેઅંગમાં થનગનાટ અને “આ પરમાત્મા-આરાધના જ પરમાર્થ છે,” એવો દૃઢ વિશ્વાસ! પેલી મીરાંને યાદ કરો. કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાએ એને અમર બનાવી દીધી. એની દુનિયા જ કૃષ્ણમય બની ગઈ હતી. બસ, હવે મંદિરમાં ચાલો.
એ મંદિરને બહાર શોધવાની જરૂર નથી, દૂર જવાની જરૂર નથી; આ તમારા દેહ સામે જુઓ! દેહના દહેરામાં જ દેવ બિરાજે છે...! તમને આશ્ચર્ય થાય છે? હા, આશ્ચર્ય થાય એવી જ આ વાત છે. આ દેહના મંદિરમાં જ શુદ્ધ પરમ આત્મદેવ બિરાજે છે. એ દેવનાં દર્શન કરવા ખુલ્લી આંખો બંધ કરવી પડશે, આંતરદષ્ટિ ખોલવી પડશે...દિવ્ય દૃષ્ટિ-દિવ્ય વિચારનો સહારો લેવો પડશે.
શુદ્ધ આત્માનું તારે નવાંગી-પૂજન કરવાનું છે. નવવિધ બ્રહ્મચર્ય એ શુદ્ધાત્માનાં નવ અંગ છે.
હે પૂજારી! તું શુદ્ધ આત્મસ્વરૂપ તરફ અભિમુખ થયો; દયા, સંતોષ, વિવેક, ભક્તિ અને શ્રદ્ધાથી તું તરબોળ બન્યો. હવે બ્રહ્મચર્યનું પાલન તો તારા માટે સરળ બની ગયું. અબ્રહ્મની દુર્ગધ તું સહી પણ ન શકે. તારી દષ્ટિ રૂપ-પર્યાયમાં સ્થિર થાય જ નહીં, શરીર-પર્યાયમાં લોભાય નહીં. તારી દૃષ્ટિ તો વિશુદ્ધ આત્મદ્રવ્ય પર જ સ્થિર થાય. પછી સ્ત્રીઓની વાર્તાઓ કરવાનું, સ્ત્રીઓના આસને બેસવાનું કે સ્ત્રીપુરુષની કામકથા કાન માંડીને સાંભળવાનું તારા જીવનમાં હોય જ ક્યાંથી? ઘી-દૂધ કે માલ-મેવાની મહેફિલોની મોજ ઉડાડવાનું કે પ્રિય ભોજન પર દુકાળિયાની જેમ તૂટી પડવાનું તારી કલ્પનામાં પણ ક્યાંથી હોય? શરીરને શણગારવાનું કે અન્ય જીવોને આકર્ષવાનું સ્વપ્નમાં પણ ક્યાંથી હોય?
હે પ્રિય પૂજક! પૂજ્ય ઉપાધ્યાયજીએ આપણને કેવું રોમાંચકારી પૂજન બતાવ્યું છે! આ છે ભાવપૂજન. વર્ષો પર્યત આપણે દ્રવ્યપૂજન જ કરતા રહીએ અને આ ભાવપૂજન તરફ આંખ પણ ન માંડીએ, તો શું આપણે પૂર્ણતાના શિખરે પહોંચી શકીએ? આ દિવ્ય પૂજન આપણે પ્રતિદિન કરવાનું છે.
કોઈ એકાંત ભૂપ્રદેશ પર બેસી, પદ્માસન લગાવી, આંખો બંધ કરી, આ પૂજનનો પ્રારંભ કરો. ભલે એમાં ગમે તેટલો સમય જાય, એની ચિંતા ના કરો. શુદ્ધ આત્મદ્રવ્યનું કલાકોના કલાકો સુધી પૂજન ચાલવા દો! અધ્યાત્મનો
For Private And Personal Use Only