________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જ્ઞાનસાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ મુનિને નિત્ય, અભય અને સ્વાધીન સમૃદ્ધિનું સુખ બતાવવા આત્મભૂમિ પર લઈ જઈ, એક પછી એક સમૃદ્ધિનાં દર્શન કરાવતા ચાલે છે... સંસારમાં શ્રેષ્ઠ ગણાતી સમૃદ્ધિનાં ભિન્નભિન્ન સ્વરૂપોનું દર્શન કરાવી શકે છે : “તારી પાસે આવી સંપત્તિ છે... તું દુનિયાનો શ્રેષ્ઠ સંપત્તિ-વૈભવવાળો પુરુષ છે. તું દીનતા ન કર. તું ભૌતિક સંપત્તિમાં આકર્ષાઈ ન જા. તું દેવેન્દ્ર છે, તું ચક્રવર્તી છે, તું મહાદેવ ફાંકર છે, તું શ્રીકૃષ્ણ છે. તું તારી જાતને ઓળખ.(Know yourself). તને જ્યારે તારી જાત ઓળખાશે, ત્યારે તું આ વિશ્વનો શ્રેષ્ઠ સુખી માનવ બની જઈશ.'
યોગી બનવું પડે, તો હરિ કરતાં પણ કોઈ ન્યૂનતા નહીં લાગે. જ્યાં સુધી યોગી ન બનીએ ત્યાં સુધી નગરની શેરીઓમાં ભટકતા ભિખારી કરતાં પણ ન્યૂનતા લાગશે! જ્ઞાન-દર્શન અને ચારિત્રની યોગ-આરાધના કરવાની છે.
या सृष्टिब्रह्मणो बाह्या बाह्यापेक्षावलम्बिनी ।
मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका ।।७।।१५९ ।। અર્થ : જે બ્રહ્માની સૃષ્ટિ છે (તે) બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય કારણની અપેક્ષા રાખનારી છે. મુનિની અંતરંગ ગુણની સૃષ્ટિ બીજાની અપેક્ષારહિત છે, તેથી અધિક છે. વિવેચન : બ્રહ્મા!
કહે છે કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી.. પણ બ્રહ્માની રચના કેવી છે...? સમગ્ર જગતનું સર્જન પર-સાપેક્ષ બીજાના અવલંબને જ બધું થાય. “આવી સૃષ્ટિ બ્રહ્માએ શા માટે રચી?' - એ પ્રશ્નનું સમાધાન મળતું નથી કોઈએ નાનાં બાળકોને સમજાવતાં કહ્યું લાગે છે : “બ્રહ્માને સૃષ્ટિ પેદા કરવાની ઈચ્છા થઈ... ને તેમણે સૃષ્ટિ પેદા કરી.....' પણ ત્યાં કોઈ બાળકે પૂછી લીધું હોત : “બ્રહ્માને કોણે પેદા કર્યા?' તો “બ્રહ્માએ સૃષ્ટિ પેદા કરી” તે વાત પ્રચલિત ન થાત! બુદ્ધિમાં ન ઊતરે તેવી પણ આ વાત મહાન બુદ્ધિશાળી પુરુષોએ સ્વીકારી છે ને શાસ્ત્રોમાં તે વાત સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા છે! “બ્રહ્મા કેવી રીતે પેદા થયા?” તેનો ઉત્તર આપે છે કે બ્રહ્મા અનાદિ છે!” તો પછી સૃષ્ટિને જ અનાદિ માની લેવામાં શો વાંધો?
ખેર, આપણે એ વાત સાથે અહીં ઝાઝો સંબંધ નથી. અહીં તો મુનિબ્રહ્મા પ્રસ્તુત છે. મુનિ-બ્રહ્મા સાચે જ અંતરંગ ગુણોની રચના કરે છે, ગુણસૃષ્ટિનું સર્જન કરે છે... તે રચના આ બાહ્ય દેખાતા સૃષ્ટિસર્જન કરતાં
For Private And Personal Use Only