________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૩૧ ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः ।
सुखसागरमग्नस्य किं न्यूनं योगिनो हरेः ।।६।।१५८ ।। અર્થ : જ્ઞાન-દર્શનરૂપ ચન્દ્ર અને સૂર્ય જેનાં નેત્ર છે એવા, નરકગતિનો નાશ કરનારા (નરકાસુરનો નાશ કરનારા), સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયેલા યોગીને કૃષ્ણ કરતાં શું ન્યૂન છે? વિવેચન : શ્રીકૃષ્ણ! ચન્દ્ર-સૂર્ય જેમની બે આંખો! નરકાસુરનો જેમણે વધ કર્યો! સાગરમાં જેઓ મગ્ન બનેલા હોય છે!
યોગી. તારે શ્રીકણ કરતાં શું ઓછું છે? શું તારી બે આંખો ચન્દ્ર-સૂર્ય નથી? શું તે નરકાસુરનો વધ નથી કર્યો? શું સુખ-સાગરમાં તું પોઢેલો નથી? પછી શા માટે તું તારામાં ન્યૂનતા અનુભવે છે? તું પોતે શ્રીકૃષ્ણ છે!
જ્ઞાન અને દર્શન, એ બે આંખો છે તમારે, એ ચન્દ્ર-સૂર્યસમાન તેજસ્વી અને વિશ્વપ્રકાશક આંખો છે.
તમે શું નરકગતિનો નાશ નથી કર્યો? નરકાસુર એટલે નરકગતિ. ચારિત્રના શસ્ત્રથી તમે નરકાસુર-નરકગતિનો નાશ કર્યો છે.
આત્મસુખના સમુદ્રમાં તમે સૂતેલા છો. હવે કહો, શ્રીકૃષ્ણની વિશેષતાઓ કરતાં તમારે કોઈ ઓછી વિશેષતા છે?
વસ્તુને સામાન્યરૂપે જોવી તે દર્શન અને વસ્તુને વિશેષ સ્વરૂપમાં જોવી તે જ્ઞાન. મુનિ વિશ્વના જડ-ચેતન પદાર્થોને સામાન્ય અને વિશેષરૂપે જોતા હોય છે. વસ્તુમાં તો સામાન્ય અને વિશેષ, બંને સ્વરૂ૫ રહેલાં છે. જ્યારે સામાન્ય સ્વરૂપને જોવામાં આવે ત્યારે દર્શન કહેવાય, અને વિશેષ સ્વરૂપને જોવામાં આવે ત્યારે જ્ઞાન કહેવાય.
યોગી મહાવ્રતોય પવિત્ર જીવન જીવે છે, તેથી તેને મૃત્યુ પછી નરકમાં જવું પડતું નથી, તેથી તેણે નરકાસુરનો વધ કર્યો કહેવાય. નરકનો ભય એક મોટો અસુર છે! પવિત્ર પાપરહિત જીવન જીવવાથી જ એ ભય દૂર થાય છે.
આધ્યાત્મિક સુખના મહોદધિમાં યોગી મસ્ત થઈને શયન કરે છે. ભલે અરબી સમુદ્ર ક્યારેક સુકાઈ જાય, જળનું સ્થળ થઈ જાય, ભલે મોટાં સરોવરો સુકાઈ જાય. આ અધ્યાત્મ-મહોદધિ ક્યારેય સુકાતો નથી!
For Private And Personal Use Only