________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૮૯ શું તમારે કંઈ છોડી દેવું પડે એમ છે? શું તમારે કંઈ આપી દેવું પડે એમ છે? ભલા, તો પછી તમારે ભય શાનો?
મહામુનિ, તમે નિર્ભય છો. તમને નિર્ભય બનાવનારી જ્ઞાનદૃષ્ટિ છે. જ્ઞાનદૃષ્ટિથી વિશ્વાવલોકન કરતા તમે નિર્ભયતાથી જીવન વ્યતીત કરો છો.
જ્યાં જ્ઞાનદૃષ્ટિ ત્યાં નિર્ભયતા. જગત જાણવાનું રાગદ્વેષ કર્યા વિના જગતનાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિને જોવાનાં-જાણવાનાં..! આ છે જ્ઞાનદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિથી તમે જગતને જોશો ત્યારે રાગ-દ્વેષ-મોહ નહીં થાય. જો જગતના અવલોકનમાં રાગદ્વેષ કે મોહ થઈ જાય તો સમજવું જોઈએ કે એ અવલોકન જ્ઞાનદષ્ટિથી નહીં, અજ્ઞાન દૃષ્ટિથી કરેલું છે.
રાજા રોષથી ધમધમતો, હાથમાં ખુલ્લી તલવાર લઈ ઝાંઝરિયા મુનિ પાસે આવ્યો હતો. ત્યારે એ મહામુનિએ જગતની એ ઘટનાને કઈ દષ્ટિથી. જોઈ હતી? જ્ઞાનની દૃષ્ટિથી. તેમને રાજા પર રોષ ન થયો. તેમને પોતાના દેહ પર મોહ ન થયો. જ્ઞાનદૃષ્ટિમાં તેમણે રાજાને કેવો જોયો હતો? રાજાની તલવાર અને રાજાનો રોષ... એ બધું કેવું જોયું હતું? “રાજા મારું કંઈ લુંટી શકે એમ નથી. મારે કંઈ છુપાવવાનું નથી. આ દેહ પણ બચાવવા યોગ્ય નથી. દેહ વિનાશી છે...રાજાની તલવાર દેહ પર પડશે ત્યારે હું જિનધ્યાનમાં.. સમતા-સમાધિમાં રહીશ..મારું કંઈ જ લૂંટાવાનું નથી...” મહામુનિ નિર્ભયતાથી પરમ જ્યોતિના સહારે પરમ જ્યોતિર્મય બની ગયા.
જ્યાં સુધી તમે કંઈ પણ છુપાવવા માંગો છો, ગુપ્તતા રાખવા ચાહો છો, આપવાની કે લેવાની ભાવના રાખો છો, ત્યાં સુધી ભયની ભૂતાવળ તમને વળગેલી જ રહેવાની. એ ભૂતાવળ તમને મોક્ષમાર્ગની આરાધનામાં વારંવાર માનસિક વિઘ્ન નાખવાની. એ ભૂતાવળને ડાકલાનાં ડૂહડૂડાટ અને મરચાંના ધુમાડા લગાડી શકે! જ્ઞાનદષ્ટિનું ડાકલું અને મોક્ષમાર્ગની આરાધનાની ક્રિયાઓનાં મરચાં! જ આ જગતમાં કંઈ છુપાવવા જેવું નથી.
આ જગતમાં કંઈ લેવા-દેવા જેવું નથી. જ આ જગતમાં કંઈ સંગ્રહ કરવા જેવું નથી.
આ ત્રણેય વાતો વાગોળી વાગોળીને તેનો રસ અંતરાત્મામાં ઉતારવાનો છે. પછી ભય નહીં રહે. મુનિમાર્ગ નિર્ભયતાનો માર્ગ છે... કારણ કે ત્યાં કંઈ છુપાવવાનું નથી. જડ પદાર્થોની લેવડદેવડ કરવાની નથી...ભૌતિક પદાર્થોનો
For Private And Personal Use Only