________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
જ્ઞાનસાર
જાગી, કે ભયની આગ લાગી જાય છે... ઉપભોગ કરવા પૂર્વે તો એ સંસારસુખ ભયની આગમાં બળીને રાખ થઈ જાય છે. પછી પેલાં નાનાં બાળકો શરીરે રાખ ચોળી ૨ાજી થઈ જાય છે અને નાચવા માંડે છે, તેમ ભલે તમે એ સંસારસુખની ભસ્મ શરીરે ચોળી રાજી થાઓ!
સંસારના એક-એક સુખની પાછળ અનેક ભયોનાં ભૂત ભટકતાં હોય છે. રોગનો ભય, લૂંટાઈ જવાનો ભય, વિનાશનો ભય, અપકીર્તિનો ભય, ચોરનો ભય, સરકારનો ભય, સમાજનો ભય, ભવભ્રમણનો ભય... આવા તો અનેક ભયો રહેલા છે. માટે એવાં સુખોની ઈચ્છા પણ ન કરો કે જે સુખોને ભયની આગ લાગવાની સંભાવના-શક્યતા હોય.
વિશ્વમાં સુખના અનંત પ્રકાર છે, તેમાં એક માત્ર ‘જ્ઞાનસુખ' જ એક એવું સુખ છે કે જેને ભયની આગ સ્પર્શી શકતી નથી... પછી એ સુખને બળવાની તો વાત જ ક્યાં? જ્ઞાનસુખને ભયનો અગ્નિ પ્રજાળી શકતો નથી, ભયનાં ભૂત ભરખી શકતાં નથી કે ભયનાં ઘનઘોર વાદળ આવરી શકતાં નથી.
જ્ઞાનની વિશ્વમંગલા-વર્ષાથી આત્મભૂમિ પર વેદના-વિષાદની આગ બુઝાઈ જાય છે અને સુખ-આનંદનાં અમર પુષ્પ ખીલી ઊઠે છે. એ પુષ્પોની દિવ્ય સુવાસથી મનમાં બ્રહ્મની મસ્તી, કંઠમાં અલખનું કૂજન અને જોબનમાં અલખનો ધબકાર જાગે છે.
રંક જીવનને વૈભવશાળી બનાવવાની ‘જ્ઞાનસુખ’માં શક્તિ છે. આત્માના અતલ ઉદધિની અગાધતાને સ્પર્શી શકવાની જ્ઞાનસુખ પાસે કલા છે! સંસારસુખમાં નથી આવી શક્તિ કે નથી આવી કલા, સંસારસુખ કરતાં જ્ઞાન-સુખ ચઢિયાતું છે, તેનું આ કારણ છે. જ્ઞાનમાંથી સુખ અને આનંદ મળી જશે, પછી સંસારસુખ ભસ્મ જેવાં લાગી જશે-સમજાઈ જશે અને અનુભવાઈ જશે.
न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित् ।
क्व भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ।। ३ । ।१३१।।
અર્થ : જાણવા યોગ્ય તત્ત્વને સ્વાનુભવ વડે જોતાં મુનિને ક્યાંય પણ છુપાવવા યોગ્ય નથી અને મૂકવા યોગ્ય નથી. ક્યાંય છોડવા યોગ્ય નથી કે દેવા યોગ્ય નથી. તો ભયથી ક્યાં રહેવા યોગ્ય છે? અર્થાત્ મુનિને ક્યાંય ભય નથી.
વિવેચન : હે મુનિરાજ, શું તમે કંઈ છુપાવી રાખેલું છે? શું તમે કોઈ વસ્તુને ક્યાંય મૂકી રાખી છે? શું તમે કોઈ ચીજ જમીનમાં દાટી રાખી છે?
For Private And Personal Use Only