________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૮૭ જાય છે. તેનું મુખ પ્લાન થઈ જાય છે. આ પરપદાર્થોની ચારે બાજુ રાતદિવસ ભટકવામાં જીવ પોતાના આત્મસ્વભાવને વીસરી જાય છે, આત્માની સરાસર ઉપેક્ષા કરી રહ્યા છે. આત્મા! આત્મસ્વભાવ... એ આત્મસ્વભાવની રમણતા-લીનતા.. જીવે આ આત્મરમાતાની ઘોર ઉપેક્ષા કરી છે. પછી ભયભ્રાન્ત ન બને તો શું થાય?
પરપદાર્થોની અપેક્ષા ત્યજો. આત્મસ્વભાવની ઉપેક્ષા ત્યજો; ભયભ્રાન્ત દશાની વિવશતા, વ્યાકુળતા અને વિષાદને નામશેષ કરી દેવા આટલું જરૂર કરવું પડશે. પરપદાર્થોની અપેક્ષા તૂટી જશે, અર્થાતુ પરપદાર્થોના અભાવમાં જ્યારે તમે દુ:ખી નહીં બનો, સંતાપ નહીં કરો, હતાશા નહીં અનુભવો, ત્યારે આત્મસ્વભાવની મસ્તી જાગી જશે. ભયના પરિતાપમાં શેકાતું હૈયું મલકાઈ જશે. નિર્ભયતાની ખુમારી અને વિષયવિરાગની પ્રભાપૂર્ણ અભિવ્યક્તિ થશે. ભયની બળબળતી લાગણીઓની ભઠ્ઠીઓ ઠરી જશે. શરદની શુભ ચાંદની જેવી નિર્ભયતાની શીતળતા છવાઈ જશે.
भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना?
सदा भयोज्झितज्ञानसुखमेव विशिष्यते ।।२।।१३०।। અર્થ : ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખથી શું? હમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે.
વિવેચનઃ સંસારનું સુખ? ભસ્મ છે, રાખ છે રાખી ભયની પ્રચંડ આગમાંથી પેદા થયેલી રાખ છે! એ સંસારનું સુખ, રાખ જેવા સંસારસુખનું તમારે શું કામ છે?
સંસારનાં સુખ એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખ. આ શબ્દ વગેરે સંસારસુખોનાં અનંત રૂપો... અનંત જાતોને ચામડાની આંખોથી જોતાં રાખ નહીં દેખાય. એ રાખ છે, તે જોવા, સમજવા માટે એ સુખોનું પૃથક્કરણ કરવું પડે છે.
ભય આગ છે ખરી? જો ભયને તમે પ્રચંડ આગ માનો તો જ સંસારસુખ રાખ સમજાશે. માટે પહેલાં ભયને આગ માનવી..સમજવી...અનુભવવી જોઈએ. અગ્નિનો સ્પર્શ થતાં આગ બાળે છે, ભયનો સ્પર્શ થતાં ભય હૃદયને બાળે છે! બળતરાની વેદના સહી ન જાય તેવી હોય છે.
ભયનો સ્પર્શ ક્યારે થાય છે? ભયની આગ ક્યારે લાગે છે, તે જાણો છો? જ્યાં સંસારસુખની અભિલાષા જાગી...સંસારસુખના ઉપભોગની તાલાવેલી
For Private And Personal Use Only