________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
જ્ઞાનસાર
यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः।
तस्य किं न भयभ्रान्तिक्लान्तिसन्तानतानवम् ।।१।।१२९ ।। અર્થ : “જેને બીજાની અપેક્ષા નથી અને સ્વભાવની એકતાને પ્રાપ્ત થનાર છે, તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હોય?
વિવેચન : શું તમે જાણો છો કે તમારા જીવન-ગગનમાં ભયનાં વાદળ શાથી ઘેરાયાં છે? શું તમે ક્યારે ય વિચાર્યું છે કે ભયની બ્રાન્તિ કેવી રીતે પેદા થાય છે? ભય... અનેક પ્રકારના ભય... એ ભયની પરંપરાથી તમે નિરંતર અશાત્ત અને સંતપ્ત છો... છતાં તમે વિચારતા નથી કે ભયની ભઠ્ઠીમાં તમે શાથી બળી રહ્યા છો!
શું તમે ચાહો છો કે તમારું જીવન ભયમુક્ત બને? નિરભ્ર જીવનગગનમાં નિર્ભયતાનો સૂર્ય પ્રકાશી ઊઠે અને એ પ્રકાશના સહારે તમે શિવમાર્ગે ચાલ્યા જાઓ, એમ તમે ઝંખો છો? અહીં પૂ. ઉપાધ્યાયજી ભયમુક્ત બનાવવા બે માર્ગ-બે ઉપાય બતાવે છે :
૧. પરપદાર્થોની અપેક્ષા ત્યજો. ૨. સ્વ-ભાવના અદ્વૈતની ઉપેક્ષા ત્યજો. ભયભ્રાન્ત દશાનું નિદાન પણ આ માર્ગ સૂચનમાંથી લાધે છે. છે. પરપદાર્થોની અપેક્ષા. જ સ્વભાવ-અદ્વૈતની ઉપેક્ષા. આવો, આપણે આ નિદાનને સ્પષ્ટતાથી સમજીએ.
પરપદાર્થ' એટલે આત્માથી જુદી...ભિન્ન વસ્તુ. એ પર-પદાર્થો અનંત છે. જીવ અનાદિકાળથી એ પરપદાર્થોના સહારે જ જીવવા ટેવાયેલો છે. “પરપદાર્થોની અપેક્ષાથી જ જીવી શકાય, એવી તેની દૃઢ માન્યતા બની ગઈ છે. શરીર, વૈભવ, સંપત્તિ, સ્નેહી-સ્વજનો, કુટુંબપરિવાર, માન-કીર્તિ... અને આ બધાં સાથે સંબંધ ધરાવતા પદાર્થોની સ્પૃહા, તેના પર મમત્વ અને રાગ જીવને વારંવાર ભયભીત કરે છે,
એ કેવી રીતે મળશે? એ નહીં મળે તો? હું શું કરીશ? મારું શું થશે? આ નહીં સુધરે તો? આ બગડી જશે તો?'
પરપદાર્થોના અભાવમાં કે પરપદાર્થો બગડી જવાની કલ્પનામાં જીવને દુ:ખના ડુંગર તૂટી પડતા લાગે છે. તે કંપી ઊઠે છે. તેનું મન ખિન્ન બની
For Private And Personal Use Only