________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૯
જિનકલ્પ-સ્થવિરકલ્પ
ફરતા ઉંદર, બિલાડી વગેરે દ્વારા થતા ઉપદ્રવોથી ભય ન પામે, ભાગી ન
જાય. * ઉપાશ્રયની બહાર રાત્રીના સમયે કાયોત્સર્ગધ્યાને ઊભો રહી, ઉંદર,
બિલાડી, કૂતરા, ચોર વગેરેના ભયને જીતે. છે જ્યાં ચાર માર્ગ ભેગા થતા હોય ત્યાં જઈને રાત્રે ધ્યાનમાં રહે. પશુઓ,
ચોરો વગેરેના ભયને જીતે. ક પડતર શુન્યગૃહમાં જઈને રાત્રે ધ્યાનમાં રહે. ત્યાં આવતા ઉપદ્રવોથી નિર્ભય રહે, ભય ન પામે. સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગધ્યાને ઊભો રહે. સવિશેષ ભયોને જીતે.
આ રીતે સત્ત્વભાવનાથી અભ્યસ્ત થવાથી દિવસે કે રાત્રે, દેવ-દાનવોથી પણ ડરે નહીં અને જિનકલ્પને નિર્ભયતાથી વહન કરે.
સૂત્રભાવના : કાળનું પ્રમાણ જાણવા માટે એ એવો શ્રતાભ્યાસ કરે છે કે પોતાના નામ જેવું અભ્યસ્ત થઈ જાય. સૂત્રાર્થના પરિશીલન દ્વારા તે અન્ય સંયમાનુષ્ઠાનોનો પ્રારંભકાળ અને સમાપ્તિકાળ જાણી લે. દિવસ અને રાત્રીનો સમય જાણી લે. ક્યારે કેટલામો પ્રહર...ઘડી ચાલી રહી છે, તે જાણી લે. આવશ્યક, ભિક્ષા, વિહાર વગેરેનો કાળ છાયા માપ્યા વિના જાણી લે.
સુત્રભાવનાથી ચિત્તની એકાગ્રતા, મહાન નિર્જરા, વગેરે અનેક ગુણો સિદ્ધ કરે. 'सुयभावणाए नाणं दंसणं तवसंजमं च परिणमइ'।
- વૃહત્વ". Hથા ૧૩૪૪ એકભાવના : સંસારવાસનું મમત્વ તો મુનિ પૂર્વે જ છેદી નાખે છે. પરંતુ સાધુજીવનમાં આચાર્યાદિનું મમત્વ થઈ જાય છે. એટલે જિનકલ્પની તૈયારી કરનાર મહાત્મા આચાર્યાદિની સાથે પણ સસ્નિગ્ધ અવલોકન, આલાપ, પરસ્પર ગોચરીપાણીનું આદાન-પ્રદાન, સૂત્રાર્થ અંગે પ્રતિપૃચ્છા, હાસ્ય, વાર્તાલાપ વગેરે ત્યજી દે, આહાર, ઉપધિ અને શરીરનું મમત્વ પણ ન કરે. આ રીતે એકત્વભાવના દ્વારા એવો નિર્મોહી બની જાય કે જિનકલ્પ સ્વીકાર્યા પછી સ્વજનોનો વધ થતો જોઈને પણ ક્ષોભ ન પામે.
For Private And Personal Use Only