________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચારી
૪૩૯ ૭. સત્ય : સત્યનું પાલન કરવાનું. ૮. શૌચ : પવિત્રતા. વ્રતોમાં દોષ ન લાગવા દેવો. ૯. આકિંચન્ય : બાહ્ય-આત્યંતર પરિગ્રહનો ત્યાગ. ૧૦. બ્રહ્મ : બ્રહ્મચર્યનું પાલન.
આ દશ પ્રકારના ધર્મની આરાધના એ સાધુતા છે. સાધુજીવનમાં આ દશવિધ ધર્મ પ્રાણ છે. આનું વર્ણન “નવતત્ત્વપ્રકરણ”, “પ્રશમરતિ', પ્રવચનસારોદ્ધાર,' “બૃહત્કલ્પસૂત્ર' ઇત્યાદિ અનેક પ્રાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.
રર
સામાથાદી સાધુજીવનના પરસ્પરના વ્યવહારની આચારસંહિતા “દશવિધ સામાચારી' તરીકે પ્રસિદ્ધ છે. (૧) ઇચ્છાકાર :
સાધુએ પોતાનું કામ બીજા પાસે કરાવવું હોય તો બીજાની ઇચ્છા હોય તો કરાવવાનું, બલાત્કારથી નહીં. તેવી રીતે બીજાનું કામ પોતે કરવાની ઇચ્છા હોય તો પણ એને પૂછીને પછી કરવાનું. જો કે નિસ્પ્રયોજન તો બીજા પાસે પોતાનું કામ કરાવાય જ નહીં. પરંતુ અશક્તિ, બીમારી, અનાવડત વગેરે કારણે બીજાઓને (જે દીક્ષા પર્યાયમાં પોતાનાથી નાના હોય તેમને) કહે : “મારું આટલું કામ કરશો?
તેવી રીતે સેવાભાવથી કર્મનિર્જરાના હેતુથી બીજાનું કામ પોતે કરવું હોય તો પૂછવાનું : “તમારું આ કામ હું કરું?
(૨) મિથ્થાકાર :
સાધુજીવનનાં વ્રત-નિયમોના પાલનમાં જાગ્રત હોવા છતાં કંઈક ભૂલ થઈ જાય તો તે ભૂલની શુદ્ધિ માટે “મિચ્છામિ દુક્કડું આપે. દા.ત., છીંક આવી, વસ્ત્ર મુખ આગળ ન રહ્યું, પાછળથી ખ્યાલ આવ્યો... કે તુરંત મિચ્છામિ ટુવર્ડ' આપે. પરંતુ જાણીબૂઝીને જે દોષો સેવે, વારંવાર સેવે, તે દોષોની શુદ્ધિ મિચ્છામિ યુવ' થી ન થાય.
For Private And Personal Use Only