________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર અનાદિ છે, માટે નિશ્ચિત એક સ્વરૂપવાળા શીલ, સત્ય, શમ-દમાદિ બંધુઓનો હવે આશ્રય કરું છું.
વિવેચન : નવાં માતાપિતા તો બનાવ્યાં. તેમ નવા ભાઈઓ પણ બનાવવા પડશે ને! બાહ્ય સ્થૂળ ભૂમિકા પર રહેલા ભાઈઓનો સંબંધ છોડવા માટે આંતર સૂક્ષ્મ ભૂમિકા પર રહેલા ભાઈઓ સાથે સંબંધ જોડવો જ પડે.
બાહ્ય જગતમાં બંધુત્વનો સંબંધ કેવો અસ્થિર છે! આજે જે ભાઈ. કાલે તે શત્રુઆજે જે શત્રુ, કાલે તે ભાઈ! કોઈ સંબંધની સ્થિરતા નહીં. તેવા સંબંધો કરી કરીને જીવે ગાઢ રાગ-દ્વેષ કર્યા.... પાપ બાંધ્યાં...દુર્ગતિઓમાં પટકાયા... પણ હવે આ માનવભવમાં જ્ઞાનોવલ પ્રકાશમાં આંતરબંધુઓ સાથે જ સંબંધ કરવો જરૂરી છે. અનાદિ સંબંધ તોડવા આવશ્યક છે.
હે બંધુઓ, અનાદિ કાળથી તમારી સાથે મેં સંબંધ બાંધ્યા... પરંતુ ન હતો તેમાં નિઃસ્વાર્થ સ્નેહ. ન હતી તેમાં પવિત્ર દૃષ્ટિ, ભૌતિક સ્વાર્થને વશ થઈ મેં તમને ‘ભાઈ, ભાઈ...' કહ્યા, પરંતુ જ્યાં મારો સ્વાર્થ ઘવાયો કે મેં તમને શત્રુ માન્યા... શત્રુ તરીકે જોયા અને શત્રુ તરીકેનું આચરણ કર્યું... સ્વાર્થલોલુપતામાં મેં તમારો વધ કર્યો. તમારાં ઘર પણ લૂંટટ્યાં, સાચે જ આ સંસારમાં સ્વાર્થવશ મનુષ્ય બીજા જીવો સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધી શકતો નથી. હે ભાઈઓ, હવે તો મેં શાશ્વતું... અનંત...એવા શીલ, સત્ય, શમ, દમ, સંતોષ વગેરે ગુણોને જ મારા બંધુઓ બનાવ્યા છે...
આત્માના શીલ.... સત્ય ગુણો સાથે બંધુભાવ કેળવ્યા વિના બાહ્ય જગતનો વાસ્તવમાં ત્યાગ થઈ શકતો નથી. બાહ્ય જગતનો ત્યાગ કરવો એટલે હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવા અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા વગેરે ગુણોનો સ્વીકાર કરવો પડે છે. તેને સ્થિર કરવા પડે.. તેનો જ આશ્રય કરીને જીવન જીવવું પડશે... પછી જીવનના પ્રશ્નો હલ કરવા માટે ક્રોધાદિ કષાયોનો આશ્રય ન લેવાય. હિંસાદિ પાપોના શરણે ન જવાય,
कान्ता मे समतैवैका ज्ञातयो मे समक्रिया। बाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् ।।३।।५९ ।। અર્થ : મારે સમતા જ એક વહાલી સ્ત્રી છે, મારાં સગાં-વહાલાં સમાન આચરણવાળા સાધુઓ છે, એ પ્રમાણે બાહ્ય વર્ગને છોડીને ધર્મ-સંન્યાસવાળો થાય.
For Private And Personal Use Only