________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયતા
૧૯૩ कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः।
क्व भीस्तस्य क्व वा भङ्गः कर्मसंगरकेलिषु ।।६।।१३४ ।। અર્થ : જેણે મોહરૂપ અસ્ત્રનું નિષ્ફળપણું કર્યું છે એવું જ્ઞાનરૂપ બખ્તર જે ધારણ કરે છે તેને કર્મના સંગ્રામની ક્રીડામાં ભય ક્યાંથી હોય અથવા પરાજય ક્યાંથી હોય? વિવેચન : કર્મો સામે સંગ્રામ, સંગ્રામ ખેલનાર છે મુનિરાજ. મુનિરાજ એ સંગ્રામમાં નિર્ભય છે. ભયનું નામ નથી. પરાજયની ગંધ નથી! કર્મનાં સણસણતાં મોહાસ્ત્રો આવે છે, છતાં મુનિરાજના મુખ પર હાસ્ય છે! મનમાં મસ્તી છે અને યુદ્ધનો જુસ્સો છે.
જે મોહાસ્ત્રો સામે મોટા મોટા સુલતાનોના સાંધા ઢીલા થઈ જાય, ભલભલા પહેલવાનોના ટાંટિયા પાણી પાણી થઈ જાય, ધરણીને ધ્રુજાવનારા મહારથીઓ સૂધબૂધ ખોઈ બેસે... તે મોહાસ્ત્રોના એકધારા મારા સામે મુનિરાજ અડીખમ બનીને ઊભા રહે છે..! આશ્ચર્ય નહીં? એ આશ્ચર્યનું સમાધાન તો થાય, જો મુનિરાજની નિકટ જઈ, તેમને ધારીધારીને જોવાય. જોયું?
મુનિરાજના અંગે બખ્તર જોયું? એ લોખંડનું નથી, એ કાચબાની ઢાલનું નથી. એ કોઈ રાસાયણિક કે “પ્લાસ્ટિક' બનાવટનું નથી! એ બખ્તર છે જ્ઞાનનું.
હા, જ્ઞાનનું બખ્તર મુનિરાજે ધારણ કરેલું છે. કર્મ ચાહે એટલાં વલખાં મારે, મોહાસ્ત્રોના ભંડારને ઠાલવી દે જ્ઞાનબખ્તર આગળ બધું નિષ્ફળ જાય! કોશ્યાની ચિત્રશાળામાં મુનિરાજ શ્રી સ્થૂલભદ્ર આ જ્ઞાનબખ્તર ધારીને બેઠા હતા. મહિનાઓ સુધી મોહાસ્ત્રો...સણસણતાં મોહાસ્ત્રો, તીણ અને તમતમતાં મોહાસ્ત્રો મુનિરાજ પર ફેંકાયાં! કોઈ અસર નહીં! કોઈ ફળ નહીં! મુનિરાજને ભય ન હતો. મુનિરાજનો પરાજય નહોતો થયો!ક્યૂલભદ્રજી. વિજયી બનીને બહાર નીકળ્યા હતા!
બસ, “જ્ઞાનબખ્તર' ને સાચવીને રાખવાનું. એને કાઢીને જો ભીંતે ટીંગાડ્યું અથવા કબાટમાં મૂકી દીધું... અને જો મોહાસ્ત્ર આવી ચોંટ્ય તો બાર વગાડી દેશે! હા, તમે જાણી-જોઈને જ્ઞાનબખ્તર ઉતારી ન નાખો પણ એ
For Private And Personal Use Only