SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૧ ચૌદ રાજલોક આ દશ પ્રકારના વ્યવહારને સમાચારી કહેવામાં આવે છે. સાધુજીવનમાં આ વ્યવહારનું પાલન અવશ્ય કર્તવ્ય છે. વર 3 થોદ રાજલોક કોઈ કહે : “આ મેદાન ૪૦ મીટર લાંબું છે,' કોઈ કહે : “આ ઘર પ૦ કુટ ઊંચું છે.” આપણને તરત કલ્પનામાં બેસી જાય છે, કારણ કે “મીટર.' ફૂટ' વગેરે માપોથી આપણે પરિચિત છીએ. “રાજલોક' એ પણ એક માપ છે. સહુથી નીચે “તમતમ પ્રભા' નરકથી માંડી સહુથી ઉપર સિદ્ધશિલા સુધીનું વિશ્વ ૧૪ રાજલોક ઊંચું છે! આ ૧૪ રાજલોક પ્રમાણે વિશ્વનો આકાર કેવો હશે, એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે ઉદ્ભવે. એક મનુષ્ય પોતાના બે પગ પહોળા કરીને અને બે હાથ કેડે ટેકવીને ઊભો રહે, તેનો જેવો આકાર બને, તેવો આકાર આ ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વનો છે. વિશ્વ અંગે કેટલીક મૂળભૂત વાતો સ્પષ્ટ કરવી જોઈએ. (૧) આ લોક (વિશ્વ)ની ઉત્પત્તિ કોઈએ કરી નથી. (૨) આ લોકને કોઈએ ઉપાડેલો નથી, અર્થાત્ કોઈના આધારે તે રહેલો નથી. (૩) આ લોક અનાદિ કાળથી છે, તે અનંત કાળ સુધી રહેશે. (૪) આ વિશ્વ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયથી પરિપૂર્ણ છે. લોકના ત્રણ ભાગ છે : (૧) ઊર્ધ્વલોક, (૨) અધોલોક, (૩) મધ્યલોક ઊર્ધ્વલોક : ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો અને સિદ્ધ આત્માઓ રહે છે. ૧૦૧. ૨૪ મું શાસ્ત્ર અષ્ટક, શ્લોક ૨. १०२. वैशाखस्थानस्यः पुरुष इव. कटिस्थकरयुग्मः | - प्रशमरति For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy