________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪
તીર્થંકર પદવી પણ સિદ્ધયોગવાળા સાધુને અતિ દૂર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
વિવેચન : ખેર, તમારે બ્રહ્મા, શંકર, કે કૃષ્ણ નથી બનવું, દેવેન્દ્ર કે ચક્રવર્તીપણાના તમને કોડ નથી. તીર્થંકર પદવી જોઈએ છે, એમ ને?
તીર્થંકર પદવી!
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-આ ત્રણ રત્નોથી પવિત્ર પદવી! તમારે આ પદવી જોઈએ છે? મળી શકે. તે માટે તમારે પૂર્વતૈયારી કરવી જોઈએ. તે પૂર્વતૈયારીમાં બે વાતો મુખ્ય છે :
(૧) ભાવના, (૨) આરાધના.
‘મોહાન્ધકારમાં ભટકતા અને દુ:ખી થતા જીવોને હું પરમ સુખનો માર્ગ બતાવી દુ:ખમુક્ત કરું... સર્વ જીવોને ભવનાં બંધનોથી મુક્ત કરું-' આવી તીવ્ર ભાવના જોઈએ અને વીસસ્થાનક તપની કઠોર આરાધના જોઈએ. આ બે વાતોથી તીર્થંકર પદવીનો પાયો નંખાય છે અને પાયો નંખાયા પછી ત્રીજા જ ભવે એના પર મહેલ બની જાય છે! તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યા પછી તમે તીર્થંકર બન્યા સમજો ને!
તમારી ભાવના અને આરાધનામાં જેમ જેમ તમે પ્રગતિ કરતા જશો, તેમ તેમ ગુરુભક્તિ અને ધ્યાનયોગના પ્રભાવે તીર્થંકર પરમાત્માનું સ્વપ્નમાં તમને દર્શન થશે.
વિશ્વની શ્રેષ્ઠ પદવી!
તીર્થંકરપણાની દિવ્યાતિદિવ્ય સમૃદ્ધિ! એ સમવસરણની અદ્ભુત રચના, અષ્ટ મહાપ્રાતિહાર્યની શોભા, વાણીના પાંત્રીસ ગુણ અને ચોત્રીસ અતિશય... એ વીતરાગદશા અને સર્વજ્ઞતા... ચરાચર વિશ્વને જોવાનું અને જાણવાનું... શત્રુ-મિત્ર પર સમાન મધ્યસ્થ દૃષ્ટિ!- આવી અવસ્થા તમને ગમે છે ને? અને કામ શું કરવાનું? ધર્મોપદેશ દ્વારા વિશ્વને સુખી બનાવવાનું.
For Private And Personal Use Only
અરિહંત પદવી કહો કે તીર્થંકર પદવી કહો, કેવી ગંગા જેવી પવિત્ર એ પદવી છે! પદવી શ્રેષ્ઠ, છતાં અભિમાન લેશ પણ નહીં. પદવી સર્વોત્તમ, છતાં તેનો જરાય દુરુપયોગ નહીં. આવી એ પવિત્ર પદવી છે. ત્રણ રત્નોની એ પવિત્રતા છે! ગંગા ત્રણ પ્રવાહોથી પવિત્ર છે ને? તમે તીર્થંકર પદવીની કામના કરો, અભિલાષા રાખો એ સર્વથા ઉચિત છે.
પરંતુ એ માટે જગતના સર્વ જીવો પ્રત્યે ભાવકરુણા ધારણ કરજો. સર્વ