________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસમૃદ્ધિ
૨૩૫ જીવોના હિતનો જ વિચાર કરજો. કોઈ પણ જીવનું અહિત વિચારશો નહીં કે કરશો નહીં. સંસારવર્તી જીવોના દોષ કે અવગુણ જોવાઈ જાય, તો તેને નિવારવાની ભાવના રાખજો ને સક્રિય પ્રયત્ન કરજો. પરંતુ દોષ જોઈને એના આત્માને દોષિત ન ઠેરવશો, તેના તરફ તિરસ્કાર કે ધૃણા ન કરશો. પરહિતના વિચારને તમારા મનનો મુખ્ય વિચાર બનાવી દેજો.
તીર્થકર પદવી-અરિહંત પદવી પ્રાપ્ત કરવાના મનોરથ, ભાવના-તમન્ના પ્રગટ થાય.. ત્યારે કે જ્યારે આત્મા યોગ-ભૂમિકામાં પહોંચ્યો હોય, સંસારનું જ્ઞાનદૃષ્ટિથી અવલોકન કર્યું હોય, સંસારની બાહ્ય સમૃદ્ધિને તુચ્છ-અસાર સમજી તેને ત્યજી દીધી હોય, અથવા તેને ત્યજી દેવાનો દઢ સંકલ્પ પેદા થયો હોય.
સર્વ પ્રકારની શ્રેષ્ઠ... સર્વોત્તમ સમૃદ્ધિમાં તીર્થંકર પદવીની સમૃદ્ધિ ટોચની સમૃદ્ધિ ગણાય છે; ને એ સાચી સમૃદ્ધિ છે. “સર્વસમૃદ્ધિના આ અષ્ટકમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ, છેલ્લી સમૃદ્ધિ તીર્થંકર પદવી'ની બતાવી અષ્ટક પૂર્ણ કરે છે, ને આત્માને તીર્થંકર પદવીની પ્રાપ્તિના ઉપાયો તરફ વળવા નિર્દેશ કરતા જાય છે, તીર્થંકર પદવીનું કાર્ય છે જગતને દુઃખથી ઉદ્ધારવાનું! માટે તે શ્રેષ્ઠ પદવી છે.
પ્તજ
For Private And Personal Use Only