________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
કર્મવિપાક-ચિંતન
'जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् ।
द्रष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।। જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ અને ભોગોની વિષમતા જોઈને વિદ્વાનોને જન્મમરણરૂપ સંસારમાં કેમ પ્રીતિ થાય?”
જો તમને તમારી જાતિની ઉચ્ચતામાં રતિ-ખુશી થાય છે, જો તમને તમારા કુલની મહત્તા ગાવામાં આનંદ આવે છે, જો તમને તમારા શરીરના સૌન્દર્યમાં હર્ષ થાય છે, જો તમને તમારા કલાવિજ્ઞાન પર રાજીપો થાય છે, જો તમને તમારા આયુષ્ય પર ભરોસો છે, જો તમે તમારા દ્રવ્યબળ પર, શરીરબળ પર, સ્વજનબળ પર મુસ્તાક છો, જો તમને તમારાં ભોગસુખો લલચાવે છે, તો તમે એ બધાંમાં રહેલી વિષમતા જોઈ નથી એ નિશ્ચિત થાય છે. વિષમતા દેખાય ત્યાં રતિ ન થાય, ખુશી ન થાય. રતિ-ખુશી જ્યાં થાય ત્યાં વિષમતા નથી દેખાતી.
સંસારના વિષયોમાં વિષમતા નથી દેખાતી એટલે તેમાં આકર્ષણ પેદા થાય છે. એ પછી અભિલાષા થાય છે. જ પછી રતિ-આસક્તિ થાય છે. છે તે વિષયો મેળવવાનો પ્રયત્ન થશે. છે એ પ્રયત્નમાં પાપોનું પણ આચરણ થવાનું. છે એ વિષયો મેળવ્યા પછી મનમાં વિષમતા છવાઈ જવાની.
આ માનસિક અને શારીરિક વેદનાઓના ભોગ આપણે ન બનીએ તે માટે અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ “વિશ્વવિષમતા' જોવાનું કહે છે.
કોઈની જાતિનું ઉચ્ચપણું કે નીચપણું સમાન રહેતું નથી! કોઈના કુળની વિશાળતા કે ભવ્યતા એકસમાન રહેતી નથી. કોઈના શરીરનું આરોગ્ય એકસરખું રહેતું નથી. કોઈનું કલાવિજ્ઞાન એકસમાન ટકતું નથી. કોઈનું આયુષ્ય પોતાની ધારણા મુજબ રહેતું નથી. કોઈનું બળ એકધારું ટકતું નથી. કોઈને ભોગ-સામગ્રી એક સરખી નિરંતર મળતી નથી! આનું નામ છે વિષમતા.
આ વિષમતા જન્મે છે કર્મોમાંથી. ભગવાને આવું વિષમતાભર્યું વિશ્વ પેદા કર્યું નથી, ભગવાને તો આવા વિષમતાભર્યા વિશ્વનું દર્શન કરાવ્યું છે.
For Private And Personal Use Only