________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શાનસાર
આ સૃષ્ટિ ઈશ્વરસર્જિત નથી, પરંતુ કર્મસર્જિત છે. જીવ પોતે જ તેવાં કર્મોની પોતાની આસપાસની દુનિયા રચે છે. ઉન્નતિ ને અવનતિ, આબાદી ને બરબાદી, ઉત્થાન અને પતન...કર્મસર્જિત છે; સુખ અને દુઃખ, શોક અને હર્ષ, આનંદ અને વિષાદ... આ બધાં કેન્દ્રો કર્મની પેદાશ છે.
વિદ્વાન પુરુષ, યોગી પુરુષ આવી દુનિયામાં રાચતો નથી... આ દુનિયામાં તે વિષમતાઓ જુએ છે!
आरूढाः प्रशमणि श्रुतकेवलिनोऽपि च ।
भ्राम्यतेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा । ५ । ।१६५ । ।
અર્થ : ઉપશમશ્રેણી ઉપર ચઢેલાઓ અને ચૌદ પૂર્વધરો પણ, અહો! આશ્ચર્ય છે કે દુષ્ટ કર્મ વડે અનંત સંસાર ભમાડાય છે. અર્થાત્ દુષ્ટ કર્મ અનંત સંસાર ભટકાવે છે.
વિવેચન : ઉપશમશ્રેણી',
પહેલું... બીજું... ત્રીજું. ચોથું. પાંચમું... છઠ્ઠું... સાતમું... ઠેઠ અગિયારમા ગુણસ્થાને પહોંચે, જ્યાં મોહોન્માદ શાન્ત... પ્રશાન્ત... ઉપશાંત થઈ ગયો હોય, જેમ જેમ મોહ ઘટતો જાય, તેમ તેમ ઉપર-ઉ૫૨ના ગુણસ્થાનકે આત્મા પહોંચતો જાય.
હા, ક્ષપકશ્રેણિવાળો તો એ લપસણા અગિયારમા ગુણસ્થાનકે જતો જ નથી! દશમેથી છલાંગ મારે...બારમેં પહોંચે! ત્યાં મોહ ઉપશાંત થાય નહીં, ક્ષય જ પામી જાય! બારમે ગયેલો નીચે ન પડે! તેરમે જઈ વીતરાગ બને...પછી આયુષ્ય પૂર્ણ થયે ચૌદમે થઈ મોક્ષે સિધાવે!
પણ આ તો અગિયારમું ગુણઠાણું...લપસણા પગથિયા તરીકે પંકાયેલું! આ અગિયારમા પગથિયે મોહનીય કર્મની હાક વાગે. ત્યાંથી કોઈ પણ શૂરવીર કે મહાવીર ઉપર જઈ શકે જ નહીં. ત્યાં કર્મની જ પ્રબળતા...કર્મનો જ વિજય અને કર્મોનું જ સર્વોપરિપણું!
13
ભલેને દશ પૂર્વેનું જ્ઞાન હોય, ચારિત્રનું ઉત્તમ પાલન હોય, ઊછળતો વીર્યોલ્લાસ હોય... પણ અગિયારમા ગુણઠાણે આવ્યો કે કર્મના પિંજરામાં ફસાયો! હા, અનંત કાળ સંસારમાં ભટકાવે! એને ચૌદ પૂર્વધરની પણ શરમ નહીં. એને ઉત્તમ સંયમની પણ લાજ નહીં! આ છે કર્મની નિર્લજ્જતા!
* જુઓ પરિશિષ્ટ ૧૭. ૧૩. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only