________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાક-ચિંતન
૨૪૫ અહીં “કર્મ' તરફ લાલ આંખ કરીને પૂ. ઉપાધ્યાયજી કહે છે : “સુરેન
I!' તેઓ જ્યારે ઉપશમશ્રેણીએ ચઢેલા અને ઠેઠ અગિયારમા ગુણસ્થાનકે પહોંચી ગયેલા મહર્ષિને ધક્કા દઈ નીચે પછાડી દેતા કર્મ'ને જુએ છે, ત્યારે તેમનાં અંગેઅંગમાં આગ લાગી જાય છે. તેઓ ધ્રૂજી ઊઠે છે ને “દુષ્ટ કર્મ' બોલી ઊઠે છે. કર્મનાં બંધનોને તોડી નાખવા તેઓ પોકાર પાડી ઊઠે છે.
કર્મોનો છેલ્લો મોરચો એ અગિયારમે “ઉપશાંતમોહ” ગુણસ્થાનકે જ હોય છે; ને તે મોરચો સદા સર્વદા-સર્વ માટે અપરાજેય છે! હા, દસમા ગુણસ્થાનકેથી જેઓ સીધા બારમા ગુણસ્થાનકે ફદી જાય છે, તેઓ એ મોરચામાં ફસાતા નથી. “ઉપશાંતમોહ'નો અર્થ જાણો છો? જુઓ, એક સામાન્ય દૃષ્ટાંતથી તે સમજાવું :
એક પાણીથી ભરેલો પ્યાલો છે; પરંતુ તે પાણી સ્વચ્છ નથી, કચરાથી ભરેલું છે. તમારે તે પાણી પીવું છે. તમે તેને ગાળી નાખ્યું, છતાં એમાં ઝીણી રજ દેખાય છે. તમે તે પ્યાલાને નીચે મૂકી દેશો. કચરો ધીરે ધીરે પાણીની નીચે ઠરતો જશે..થોડો સમય ધીરજ રાખશો તો કચરો સાવ નીચે બેસી જવાનો અને પાણી સાવ સ્વચ્છ થઈ જવાનું. હા, પાણીમાં કચરો તો છે જ, પરંતુ ઉપશાંત થઈ ગયેલો છે! તેવી રીતે આત્મામાં મોહ તો હોય પણ સાવ નીચે ઠરી ગયેલો. આત્મા નિર્મળ.. મોહરહિત દેખાય. પરંતુ પેલો પ્યાલો કોઈ હલાવે તો? કચરો ઉપર આવીને પાણીને ગંદું બનાવી દે છે, તેવી રીતે ઉપશાંત મોહવાળા આત્માને કોઈ હલાવે, કોઈ અડપલું કરી જાય તો મોહ આત્મામાં ફેલાઈ જાય.. આત્માને મેલો કરી નાખે, ડહોળી નાખે! ' ઉપશાંત મોહમાં નિર્ભયતા નહીં! હા, મોહ ક્ષીણ થઈ જાય, અર્થાતુ પેલા પાણીને બિલકુલ કચરા વિનાનું જ કરી દેવામાં આવે પછી એ પાણીના પ્યાલાને ગમે તેટલો હલાવો ને! કચરો આવવાનો જ નહીં! મોહનો સર્વથા ક્ષય થઈ ગયા પછી ચિંતા નહીં! એને સંસારનું કોઈ નિમિત્ત મોહાધીન ન કરી શકે..કર્મોનું કંઈ ન ચાલે.
કર્મોની કઠોર લીલા...કૂર મશ્કરી ક્યાં સુધી હોય છે? ઠેઠ અગિયારમાં ગુણસ્થાનક સુધી! ચૌદ પૂર્વના જ્ઞાનવાળા શ્રુતકેવળીઓ પણ ત્યાં હારી જાય. ચૌદ પૂર્વધર-શ્રુતકેવળીઓ પણ પ્રમાદને પરવશ પડી અનંતકાળ નિગોદમાં વસે છે! કર્મોની આ ભયંકરતા છે. આવા કર્મોના વિપાકોનું ચિંતન કરી, એ કર્મોનો ક્ષય માટે કમર કસવી જોઈએ. * જુઓ પરિશિષ્ટ ૧૭.
For Private And Personal Use Only