________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જ્ઞાનસાર તેઓને “કેવળજ્ઞાન” કેવી રીતે થયું હતું, તે તમે જાણો છો ને? સ્નાન કરી, શ્રેષ્ઠ વસ્ત્ર-આભૂષણ પહેરી અરીસાભવનમાં ગયા હતા, એ જોવા માટે કે હું “હું કેવો સુંદર લાગું છું!” અરીસામાં પોતાની શોભા જોતા હતા ત્યાં એમની આંગળી પરથી વીંટી નીકળી ગઈ. વીંટી વિનાની આંગળી શોભાહીન લાગી.. ધીરે ધીરે બીજા પણ અલંકારો ઉતારતા ગયા... “મારી શોભા પરપુલ એવા અલંકારોથી?' ધર્મધ્યાન... શુક્લધ્યાન અને કેવળજ્ઞાન! ગૃહસ્થ-સંસારીના જ વેશમાં કેવળજ્ઞાન થઈ ગયું! અરીસાભવનની બહાર દરબારીઓ ચક્રવર્તી ભરતની રાહ જોતા હતા... પરંતુ બહાર નીકળ્યા કેવળજ્ઞાની ભરતા તેમને આત્મસાક્ષીએ કેવળજ્ઞાન પ્રગટી ગયું હતું! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ!
સ્મશાનમાં એક પગ ઉપર ઊભા રહ્યા હતા. દૃષ્ટિ સૂર્ય સામે લગાવી હતી...રસ્તે જતા સૈનિકોની વાત એમના કાને પડી. ‘પ્રસન્નચન્દ્રના પુત્રનું રાજ્ય એના કાકા લઈ લેવા તૈયાર થયા છે...' બસ, રાજર્ષિએ માનસિક યુદ્ધ મચાવ્યું! ઘોર સંગ્રામ ખેલવા માંડ્યો. શ્રેણિક મહારાજાએ રાજર્ષિની તપશ્ચર્યા જોઈ; ઓવારી ગયા; બાહ્ય દ્રષ્ટિએ ઉગ્ર તપશ્ચર્યા કરનારા એ રાજર્ષિ આત્મસાક્ષીએ તપસ્વી હતા? ના, સાતમી નરકમાં લઈ જાય તેવાં કર્મ બાંધી રહ્યા હતા!
બે દ્રષ્ટાંતો કેવાં આપ્યાં છે! પરસ્પર-વિરોધી. ભરત મહારાજા બાહ્ય દષ્ટિએ આરંભ-સમારંભથી ભરેલા સંસારરસિક દેખાતા હતા.. પણ આત્મસાક્ષીએ નિર્લેપ હતા! “ભરતજી મનમાંહી વૈરાગી...” જ્યારે પ્રસન્નચન્દ્ર બાહ્ય દ્રષ્ટિએ આરંભ-સમારંભથી રહિત મોક્ષરસિક આત્મા દેખાતા હતા... પણ આત્મસાક્ષીએ યુદ્ધરસિક બાહ્ય ભાવોથી લેપાયેલા હતા. શ્રી મહાનિશીથ' સૂત્રનું આ વચન છે :
'धम्मो अप्पसक्खिओं ધર્મ આત્મસાક્ષિક છે. જો આત્મસાક્ષીએ આપણે ધાર્મિક છીએ પછી લોકવ્યવહારની શી જરૂર છે? લોકોમાં ધર્મપ્રકાશન કરવાની શી જરૂર છે? ‘હું ધાર્મિક છું. હું આધ્યાત્મિક છું' એવું દુનિયાને બતાવવાનો ડોળ કરવાની શી જરૂર છે? માટે આત્મસાક્ષીએ વિચારવાની જરૂર છે : 'હું ધાર્મિક છું અર્થાત્ શીલવાન છું; સદાચારી છું, ન્યાયી છું, નિઃસ્પૃહ છું, નિર્વિકાર છું...'
For Private And Personal Use Only