________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૭ એ વાતનો નિર્ણય આત્મા પાસે કરાવો. લોકોના “પ્રમાણપત્ર” પર નિર્ણય ન કરો. પ્રસન્નચન્દ્રને શ્રેણિક મહારાજાએ કેવું પ્રમાણપત્ર આપેલું? “ઉગ્ર તપસ્વી..મહાન યોગી...સાચા મહાત્મા....' વગેરે. પરંતુ શું પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ પ્રમાણપત્ર પર કેવળજ્ઞાન મેળવ્યું હતું? ના, એ તો જ્યારે શત્રુને મારવા બીજું કોઈ શસ્ત્ર ન રહ્યું, ત્યારે માથાનો મુગટ મારવા હાથ માથે ગયો. માથે
ક્યાં મુગટ હતો? માથે તો વાળ પણ ન હતા... લોન્ચ થયેલો હતો.. ત્યારે પાછા વળ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ. પશ્ચાત્તાપ થયો. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં ચડ્યા...કેવળજ્ઞાની બન્યા.
ધર્મની ઉપાસના કરવામાં લોકસાક્ષીને પ્રમાણભૂત ન માનો, આત્મસાક્ષીને પ્રમાણભૂત માનો. લોકસાક્ષીને પ્રમાણભૂત માનવા જશો તો લોકોને તમારી ધર્મ-આરાધના જણાવવાની ભાવના રહેશે. એટલે દૃષ્ટિ સદૈવ લોકો પર રહેશે, આત્મા પર દૃષ્ટિ નહીં રહે. આત્માની ઉપેક્ષા થશે. આત્માની સાક્ષી પ્રત્યે પરવા નહીં રહે. છેવટે “ધર્મ આત્મા માટે કરું છું' - એ ભુલાઈ જશે, ને માત્ર લોકોને ખુશ રાખવા માટે ધર્મ-આરાધના થશે. આ રીતે આત્મકલ્યાણનું મહાન કાર્ય અટકી જશે અને તમે ભવમાં ભટકાઈ પડશો. મોક્ષનું સ્વપ્ન ધ્વંસ થઈ જશે. પુનઃ ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ ચાલું થઈ જશે.... તો શા માટે લોકસાક્ષીએ ધર્મ કરવો? ધર્મકાર્યમાં આત્માની સાક્ષીને પ્રધાન સ્થાન આપો.
लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् ।
सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः ।।८।।१८४ ।। અર્થ : લોકસંજ્ઞાથી રહિત પરબ્રહ્મને વિષે સમાધિવાળા, ગયા છે દ્રોહ-મમતા અને ગુણદ્વેષરૂ૫ વર એના, એવા મુનિ સુખેથી રહે છે. વિવેચન : મહારાજ સાહેબ! તમે સુખમાં રહો.
તમારે મનમાં દુઃખ શાનાં? તમારે તો પરબ્રહ્મમાં સમાધિ હોય! તમારા સુખને ઉપમા પણ કોની આપવી? મનમાં દુઃખ તો તે પામર પ્રાણીને હોય કે જેમને દ્રોહ દઝાડતો હોય, મમતા મર્મસ્થાનોમાં ડંખ દેતી હોય. મત્સરનો દાહજ્વર અકળાવતો હોય. તમારા મનમાં દ્રોહ, મમતા કે મત્સર નહીં.. તમારા સુખની કોઈ અવધિ નથી.
શ્રમણને સુખ પ્રાપ્ત કરવાના ચાર ઉપાય અહીં બતાવ્યા છે :
For Private And Personal Use Only